એનીમલ હેલ્પલાઇન દ્વારા ગુજરાત સરકારને રજૂઆત
એનીમલ હેલ્પલાઈન દ્વારા આગામી શ્રાવણ માસ નિમિતે કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે.
પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર ભારતભૂમિ પર ભગવાન શિવનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવતું હોય છે. લોકો ઉપવાસ, એકટાણા રાખતા હોય છે,
આ શ્રાવણ માસની પવિત્રતા અને સમસ્ત ભારતદેશનાં જન પરીવારોની આસ્થાને ધ્યાનમાં લઈને હિન્દુ સમાજની લાગણીના દુભાય તે માટે કતલખાના તેમજ
લારી તેમજ દુકાનો ઈત્યાદિમાં વેંચાતા માંસ, ઈંડા અને મચ્છીનાં વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત હિન્દુ ધર્મપ્રેમી જનતા વતી ગુજરાત સરકારને
એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ દ્વારા વિનંતી કરાઈ છે.