શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

કાલે મનપાની સેન્ટૂલ ઝોન કચેરી ખાતે કેમ્પ યોજાશે

ભારત સરકાર દ્વારા સેવા અને સંકલ્પના 100 દીવસ અંતર્ગત શેરી ફેરિયાઓ માટે PMSVANidhi યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજન જાહેર કરવામાં આવેલ છે.

તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી રૂ.10 હજાર સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેનો મહત્તમ લોકોને લાભ મળી રહે તે માટે શહેરની વિવિધ બેંકો દ્વારા કાલે સવારે 10 થી 5 વાગ્યા સુધી રોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Read About Weather here

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, બેન્ક ઓફ બરોડા, એક્સીસ બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક, કોટક બેન્ક, સેન્ટ્રલ બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા, યુનિયન બેન્ક, દ્વારા એક જ દિવસમાં મહત્તમ લાભાર્થીઓની અરજીઓ મંજુર થાય તે માટે જે લાભાર્થીઓને મનપા અથવા બેંક દ્વારા ટેલીફોનીક જાણ કરાયેલ હોય તેવા તમામ લાભાર્થીઓએ કેમ્પ સ્થળે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશન કાર્ડ, બેન્ક પાસબુક તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ તથા બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રાખી મહાનગરપાલિકા સભાગૃહ ખાતે કાલે શનિવારે સવારે 10 થી પ વાગ્યા સુધીમાં અચુક હાજર રહેવા અનુરોધ કરવામા આવે છે. (1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here