આર્યાની સતત બે સિઝન સુપરહિટ રહી છે. હવે દર્શકોને ત્રીજી સિઝન પણ જોવા મળવાની છે. સુસ્મિતા સેને બોલીવૂડમાં મોટી ઓળખ ઉભી કર્યા પછી તે લાંબો સમય સુધી અભિનયથી દૂર રહી હતી. પરંતુ ડિજીટલ પ્લેટફોર્મ પર તેણે આર્યા નામની સિરીઝથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
નિર્માતાઓએ આર્યા-૩ની ઘોષણ કરી દેતાં ચાહકો ખુશ થઇ ગયા છે. સુસ્મિતા વધુ એક વખત આર્યા સરીનના રોલથી ચાહકો સામે આવશે. સસ્પેન્સથી ભરપુર સિરીઝની ત્રીજી સિઝનને વધુ ધમાકેદાર બનાવવા નિર્માતા અને નિર્દેશક રામ માધવાની તૈયાર છે. આર્યા-૨નો એક વિડીયો નિર્માતાએ પોસ્ટ કર્યો છે.
Read About Weather here
જેમાં સુસ્મિતા સેન ખતરનાક રૂપમાં જોવા મળી રહી છે. સાથે તેણે લખ્યું છે કે શેરનીની નવી યાત્રા શરૂ થઇ રહી છે. હોટસ્ટાર સ્પેશિયલ આર્યા-૩નો વિકાસ શરૂ. આ સિરીઝમાં એક મજબૂત માની કહાની છે. જે પતિના મોત પછી બાળકોની રક્ષા માટે ગુનાખોરીની દુનિયા સામે લડે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here