હાલમાં જ શોમાં નવા નટુકાકા (કિરણ ભટ્ટ)ની એન્ટ્રી થઈ હતી. હવે શોમાં વધુ એક નવું પાત્ર આવ્યું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આબાલ-વૃદ્ધોમાં લોકપ્રિય છે. જોકે, એક પછી એક કલાકારો આ સિરિયલ છોડી રહ્યા છે. આ જ કારણે મેકર્સ શોમાં નવા-નવા કલાકારો લાવી રહ્યા છે. આ પાત્રનું નામ બિટ્ટુ છે. બિટ્ટુની એન્ટ્રી થતાં જ એવી ચર્ચા થવા લાગી કે બિટ્ટુએ ટપુની જગ્યા લીધી છે.હાલમાં જ એપિસોડમાં જોવા મળ્યું હતું કે ગોકુલધામમાં એક નવી વ્યક્તિની એન્ટ્રી થાય છે. આ નવી વ્યક્તિ એટલે જ બિટ્ટુ. ખરી રીતે તો બિટ્ટુ સોઢીના મિત્રનો દીકરો હોય છે. તે હવે સોસાયટીમાં રહેવાનો છે.


Visit Saurashtra Kranti Homepage here
બિટ્ટની ઉંમર પણ ટપુ (રાજ અનડકટ) જેટલી જ છે. આથી જ એમ માનવામાં આવે છે કે શોમાં હવે ટપુના સ્થાને બિટ્ટુ જોવા મળી શકે છે.શોમાં એવું બતાવવામાં આવ્યું છે કે ટપુ વધુ અભ્યાસ અર્થે મુંબઈની બહાર છે. ખરી રીતે તો રાજ અનડકટ લાંબા સમયથી આ શોમાં જોવા મળ્યો નથી. આથી જ માનવામાં આવે છે કે રાજે સિરિયલ છોડી દીધી છે. રાજે થોડાં સમય પહેલાં દુબઈમાં મ્યૂઝિક વીડિયોનું શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત તેણે રણવીર સિંહ સાથે એક પ્રોજેક્ટમાં કામ કર્યું છે. હાલમાં રાજ અનડકટ બહેન સોનુ સાથે દુબઈમાં વેકેશન મનાવી રહ્યો છે.
Read About Weather here
મંદાર ચાંદવડકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે એક આર્ટિસ્ટ તરીકે વાત કરે તો તેને ખ્યાલ નથી કે રાજે શો છોડ્યો છે કે નહીં. જોકે, તેને હેલ્થ ઇશ્યૂ છે અને આથી જ તે સેટ પર આવતો નથી. તે છેલ્લાં ઘણાં દિવસોથી સેટ પર આવ્યો નથી.આ શોમાં 2008થી ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કરતો હતો. આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું અને હવે કિરણ ભટ્ટ આ પાત્ર ભજવે છે.2017માં ભવ્યે આ સિરિયલ છોડી દીધી હતી. ત્યારબાદ 2017માં ટપુના રોલ માટે રાજ અનડકટને લેવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here