શીતલ પાર્ક પાસે ભંગારના ડેલા માંથી પોલીસે શંકાસ્પદ 14 વાહનો કબ્જે કર્યા

શીતલ પાર્ક પાસે ભંગારના ડેલા માંથી પોલીસે શંકાસ્પદ 14 વાહનો કબ્જે કર્યા
શીતલ પાર્ક પાસે ભંગારના ડેલા માંથી પોલીસે શંકાસ્પદ 14 વાહનો કબ્જે કર્યા

વાહનો સ્કેપ કરવા અંગે નો કોઈ આર.ટી.ઓ કચેરીનો આધાર રજુ મહી નહિ કરતા ડેલાના માલિકની અટકાયત

રાજકોટ તા.24 શહેરના શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે મોચીનગર મેંઈન રોડપર આવેલા ભંગારના ડેલા માંથી ક્રાઈમ બ્રાંચ ટીમે 14 જેટલા શંકાસ્પદ વાહનો કબજે કરી ડેલાના માલિકની અટકાયત કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની ઉચ્ચ અધિકારી તરફથી મેળવી સુચના મુજબ શહેરમાં આવેલા ભંગારના ડેલા ઓટો ગેરેજ, વાહન રિપેરિંગની દુકાન નંબર પ્લેટ. બનાવતી દુકાનો તથા બસ સ્ટેશન તથા રેલવે સ્ટેસન ખાતે બિનવારસુ પડેલા વાહનો ચેક કરવા અંગે ડ્રાઈવ રાખવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમ્યાન શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે મોચી નગર મેંઈન રોડપર ભંગારના ડેલામાં તપાસ કરતા 14 જેટલા શંકાસ્પદ વાહનો મળી આવ્યા હતા.

Read About Weather here

આ બાબતે ડેલાના માલિક શાહેદ ક્રાઈટ મુડેસરા (રહે નહેરૂનગર સદગુરુ તીર્થધામ વાળી શેરી રેયા રોડ) નામના શખ્સની પુછપરછ કરતા 14 વાહનો અંગે તેની પાસે આરસી બુક શંકાસ્પદ હોઈ અને આરટીઓ માંથી વાહનો સ્ક્રેપ કરવા અંગેનો કોઈ આધાર પુરાવો નહિ હોવાથી પોલીસે વાહનો કબજે કરી શંકાસ્પદ વાહનો ડેલામાં રાખવા અંગે માલિકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.   

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસૌરાષ્ટ્ર યુનિવર્સીટીને લઇને મહત્વની જાહેરાત
Next articleજામવાડી જી.આઈ.ડી.સી પાસેથી મોબાઈલ ચોર બેલડી ઝડપાઈ