ખોડિયારનગર મેઈન રોડ પર ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો
માસ્તર સોસાયટી મેઈન રોડ પર શિવમ પાર્કમાં જુગ્ર રમતા ચાર શખ્સો અને ખોડિયારનગર મેઈન રોડ પર ચોરાઉ બાઈક સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ માસ્તર સોસાયટી મેઈન રોડ પર આવેલા શિવમ પાર્ક શેરી. ૧ માં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ભક્તિનગર પોલીસે દરોડો પાડી
તીનપતીનો જુગાર રમતા પંકજ વિઠ્ઠલ ડાંગરીયા, સંજય કિશોર પરસાણા, હરેશ ધરમશી દુધાત્રા, ભરત મેઘજી કમાણી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. ૧૭૫૦૦ કબ્જે કર્યા હતા.
Read About Weather here
જયારે અન્ય એક બનાવમાં માલવિયાનગર પોલીસની ટીમે વાહન ચેકિંગ ફરજ દરમ્યાન ખોડિયારનગર મેઈન રોડ પર જોગરાણા ચોક પાસેથી ચોરાઉ બાઈક સાથે મનીષ રાઘવજી ઘેલાણી (રહે, તિરૂપતિ સોસાયટી) નામના શખ્સની ધરપકડ કરી રૂ. ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here