શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ યોજાશે

શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ યોજાશે
શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ યોજાશે

શહેરના પાંચ શિક્ષકોનું સન્માન કરાશે: અનુપમ દોશી

શહેરની જાણીતી યુવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શિક્ષક દિન નિમિતે શહેરનાં પાંચ શ્રેષ્ઠ શિક્ષકોનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ આવતીકાલે સવારે 9:30 વાગ્યે કાલાવડ રોડ પર આવેલ સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં યોજવામાં આવેલ છે. સમાજ જીવનનાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોનાં હસ્તે સન્માન કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરનાં ગૌરવસમા પાંચ શિક્ષકો ડો. અતુલભાઈ વ્યાસ (મુરલીધર હાઈસ્કુલ), ડો. હેતલબેન પારીખ (કિશોરસિંહજી શાળા નં.1), મુનીરાબેન મનસુરી (નાના સાહેબ પેશ્વા શાળા નં. 33), દિવ્યાબેન ભુત (મધર ટેરેસા શાળા નં. 88), કેતનભાઈ ડેર (સંતોષી શાળા નં. 98) નું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કાર્યક્રમમાં કરવામાં આવશે.

Read About Weather here

આ સમારોહમાં શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ગુજરાતી ભવનનાં અધ્યક્ષ ડો. મનોજ જોષી, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મુકેશભાઈ દોશી, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમનાં ટ્રસ્ટી પ્રતાપભાઈ પટેલ, બ્રહ્મસમાજનાં યુવા પ્રમુખ દર્શિતભાઈ જાની, સેવાભાવી ઉદ્યોગપતિ વસંતભાઈ ગદેશા, પંચશીલ સ્કૂલના સંચાલક ડી.કે.વડોદરીયા, મોઢ વણિક સમાજના અગ્રણી હરેનભાઈ મહેતા, સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાણ અનુપમ દોશી, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, પંકજ રૂપારેલીયા, જનાર્દનભાઈ આચાર્ય, પરિમલભાઈ જોષી, જીતુભાઈ ગાંધી, નલિન તન્ના, મહેહ જીવરાજાની, હસુભાઈ શરદ, અશ્ર્વિન ચૌહાણ, ડો. હાર્દિક દોશી, ઉર્મિશ વ્યાસ, કિશોર ટાકોદરા, નયન ગંધા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here