શિક્ષક દિન નિમિતે શહેરનાં 5 શિક્ષકોનું સન્માન

શિક્ષક દિન નિમિતે શહેરનાં 5 શિક્ષકોનું સન્માન
શિક્ષક દિન નિમિતે શહેરનાં 5 શિક્ષકોનું સન્માન

રાજકોટની યુવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા

શહેરની જાણીતી યુવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શિક્ષક દિન નિમિતે શહેરની શાનસમા પાંચ શિક્ષકોનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં યોજવામાં આવેલ.

જેમાં ડો. અતુલભાઈ વ્યાસ (મુરલીધર હાઈસ્કુલ), ડો. હેતલબેન પારીયા (કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં. 1), મુનીરબેન મનસુરી (નાના સાહેબ પેશ્વા શાળા નં. 33), દિવ્યાબેન ભુત (મધર ટેરેસા શાળા નં. 88), કેતનભાઈ ડેર (માં સંતોષી શાળા નં. 98) નાં સનિષ્ઠ શિક્ષકોનું શહેરનાં સમાજજીવનનાં મહાનુભાવો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં ગુજરાતી ભવનના અધ્યક્ષ ડો. મનોજ જોષી, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી પ્રતાપભાઈ પટેલ, સમસ્ત બ્રહ્મસમાજનાં યુવા પ્રમુખ દર્શિતભાઈ જાની,

Visit Saurashtra Kranti Homepage here

જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગદેશા, મોઢવણિક સમાજના અગ્રણી જાણીતા બિલ્ડર હરેનભાઈ મહેતા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક પ્રવિણભાઈ નિમાવતના હસ્તે ભાતીગળ તેમજ પરંપરાગત સન્માન કરવામાં આવ્યું.

તેમજ સમારંભના અતિથીઓએ શિક્ષક સમાજના ઘડવૈયા તરીકેની કપરી કામગીરી બજાવી દેશના ભાવિ નાગરિકોનાં નિર્માણનું, સંસ્કાર ઘડતરનું ઉમદા કાર્ય કરી રહેલ છે.

Read About Weather here

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશીનાં માર્ગદર્શન હેઠળ હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, પંકજ રૂપારેલિયા, જનાર્દન આચાર્ય, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, નલિન તન્ના, સુનીલ વોરા, રમેશ શીશાંગીયા, અમૃતીયાભાઈ, કાંતિભાઈ સીણોજીયા, ઉર્મિશ વ્યાસ, કિશોર ટાકોદરા, નૈષ્ધભાઈ વોરા વગેરે કાર્યરત રહેલ હતા.(7.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here