શિક્ષકે વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી ફટકાર્યો

શિક્ષકે વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી ફટકાર્યો
શિક્ષકે વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી ફટકાર્યો
શિક્ષકના મારને લઈને વિદ્યાર્થી હેબતાઇ ગયો હતો. ત્યારે પરિવારજનોને અન્ય વિદ્યાર્થી દ્વારા વાત કરતા મોટી માલવણ પ્રાથમિક શાળાના શિક્ષક સામે ભારે રોષ ભભૂકી ઊઠયો હતો. ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની શાળામાં ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી સાથે વાત કરતો હોય શાળા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હાથ અને ફૂટપટ્ટી દ્વારા માર મારતા વિદ્યાર્થીના વાહાના ભાગે લાલ ચાભા સાથે ઈજા થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

અને વિદ્યાર્થીના પિતા દ્વારા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે શિક્ષણને શર્મનાક કરતો કિસ્સો બહાર આવ્યો છે. ધ્રાંગધ્રા મોટી માલવણ ગામે આવેલી સરકારી પ્રાથમીક શાળામાં ધોરણ પાંચમા ભણતો દક્ષગીરી દયાલગીરી ગોસવામી નામનો વિદ્યાર્થી શાળા ભણવા માટે નિત્યક્રમ મુજબ ગયો હતો. શાળામાં અન્ય વિદ્યાર્થી સાથે દક્ષગીરી વાત કરતો હતો.ત્યારે શાળાના શિક્ષક વજુભાઈ જાદવ દ્વારા દક્ષગીરીને બોલાવી પહેલા હાથ વડે માર માર્યો તેનાંથી અધુરૂ હોય તેમ ફુટપટથી પણ વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીએ છોડાવા માટે રડતા માફી માંગતા વિનતી કરી.

Read About Weather here

પણ વિદ્યાર્થીને માર મારતા તે હેબતાઇ ગયો હતો. અને સ્કુલ છુટ્યા બાદ દક્ષગીરી ઘરે આવી સુનમુન ડરેલો લાગતા તેના પિતા દ્વારા અન્ય વિદ્યાર્થીને પુછતાં તેઓએ સ્કુલના શિક્ષક વજુભાઈ જાદવ દ્વારા દક્ષગીરી ગોસ્વામીને માર માર્યો હોવાનુ જણાવ્યુ હતુ.જેમાં દક્ષગીરીના શરીર પર તપાસ કરતા વાહાના ભાગે લાલસોર પડી ગયા હતા. મારને લઈને દક્ષગીરીના પિતા અને અન્ય લોકો પ્રાથમીક શાળાએ જતા શિક્ષક કાર લઈને નીકળતા હતા. શિક્ષક વજુભાઈ જાદવ દ્વારા મારા દીકરાને નિર્દય રીતે મારી વાહાના ભાગે સોર પાડી દીધા છે. ત્યારે આવા નિર્દય શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી અન્ય વિદ્યાર્થી બચી જાય, આ બનાવથી મારો દીકરો ડરી ગયો છે ત્યારે શિક્ષક સાથે બોલાચાલી થતા શિક્ષક કાર લઈને રફુચક્કર થઈ ગયા હતા. આમ બનાવને લઈને શિક્ષક સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here