શાળાઓમાં વેકેશન પડતા જ બાળ રાજાઓ નીકળી પડ્યા મોજ માણવા

શાળાઓમાં વેકેશન પડતા જ બાળ રાજાઓ નીકળી પડ્યા મોજ માણવા
શાળાઓમાં વેકેશન પડતા જ બાળ રાજાઓ નીકળી પડ્યા મોજ માણવા
રાજકોટ મહાનગરમાં શાળાઓમાં વેકેશન પડી ગયું છે એટલે મોજ-મસ્તીમાં આવી ગયેલા બાળ રાજાઓ વેકેશનની એક- એક પળને  લેવા માટે વેકેશનનાં પહેલા જ દિવસે પીકનીક પર નીકળી પડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટનાં ફરવા લાયક સૌથી મોટા વિસ્તાર રેસકોર્સમાં વેકેશનનાં પહેલા દિવસે મોટી સંખ્યામાં બાળકો અને તરૂણો પરિવારો સાથે ઉમટી પડ્યા અને એમના કિલ્લોલથી, મસ્તી-મજા અને રોમાંચથી વાતાવરણ બાળસહજ બનીને ગુંજી ઉઠ્યું હતું.

Read About Weather here

કોઈએ ફજેત ફાળકાની મજા માણી, કોઈએ લપસણી  સરકવાનો આનંદ માણ્યો તો કોઈએ બગીચામાં ઘાસ પર કુદાકુદ કરીને રમતો રમવાનો આનંદ ઉઠાવ્યો. હાથમાં કેન્ડી અને સાથે દોસ્તારો હોય તો વેકેશન માણવાની મજા જ કંઇક ઔર છે. અહીં અમારા તસ્વીરકારે ઝીલેલી બાળકોનાં આનંદ અને ગેલ ગમ્મતની તસ્વીરો અત્રે પ્રસ્તુત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here