પાલીતાણા જૈન સંઘના ઉપક્રમે યોજાયેલા એક શિક્ષણવિષયક પરિસંવાદમાં ધર્મબોધી વિજયજી મ. સાહેબએ જણાવ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થામાંથી મૂલ્ય શિક્ષણની બાદબાકી થઇ છે.
આપણી પ્રાચીન વ્યવસ્થામાં ગુરુકુળમાં આચાર્ય તરફથી મૂલ્ય શિક્ષણ મળતું હતું. પાઠ્યક્રમના અભ્યાસક્રમની સાથે હવે શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે મૂલ્ય શિક્ષણ તરફ સક્રિય થવાનો પ્રયાસ કરવો જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે ઉપસ્થિત પાલીતાણા તાલુકાની તમામ પ્રાથમિક શાળાના આચાર્યઓને
મૂલ્ય શિક્ષણ વિશે વક્તવ્ય આપતા તેમણે ઉમેર્યું હતું કે, સાંપ્રદાયિકતાથી મુક્ત પુસ્તકોનો સેટ આજે શાળા માટે ભેટ આપ્યો છે.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય વિજયસિંહ ચૌહાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
અતુલભાઈ મકવાણા, બી.આર.સી કો-ઓર્ડીનેટર હાર્દિકભાઈ ગોહિલ,
પાલીતાણા જૈન સંઘના પ્રમુખ શાંતિભાઇ મહેતા તથા હિતેશભાઈ અજમેરા, અજયભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમનું સંચાલન હરપાલસિંહ પરમાર સંભાળ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસલભાઈ શેઠ સહિતના યુવાનો સક્રિય રહ્યા હતા.અહી જાહેર કરવામાં આવ્યું હતું કે દર અઠવાડિયે પ્રકાશિત થતું બાળ સાપ્તાહિક
Read About Weather here
દરેક શાળાને બાળકોના લાભાર્થે નિયમિત રીતે નિ:શુલ્ક મોકલી આપવામાં આવશે.(7.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here