શાપરમાં માતાનાં પ્રેમી પર સગીર પુત્રએ કર્યો ખૂની હુમલો

શાપરમાં માતાનાં પ્રેમી પર સગીર પુત્રએ કર્યો ખૂની હુમલો
શાપરમાં માતાનાં પ્રેમી પર સગીર પુત્રએ કર્યો ખૂની હુમલો

પતિ હોવા છતાં અન્ય શખ્સ સાથે અનૈતિક સંબંધો રાખતી માતાની પ્રેમ કહાનીથી પુત્ર ખફા: સગીર સકંજામાં

શાપર-વેરાવળમાં આવેલા બુધ્ધનગરમાં રહેતી 3 સંતાનોની માતા સાથે પતિ હોવા છતાં મહિલા સાથે અનૈતિક સંબંધો છેલ્લા પાંચ વર્ષથી રાખનાર શખ્સ પર પ્રેમિકાનાં સગીર પુત્રએ છરી વડે ખૂની હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ રાજકોટમાં નવા થોરાળા મેઈન રોડ પર આવેલી શાળા નં.૨૯ ની પાછળ રામનગર સોસાયટીમાં રહેતો દેવજીભાઈ કેશુભાઈ ચૌહાણ (ઉ.વ.24) નામના અનુ.જાતિ યુવાને શાપર-વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

કે તેનો ભાઈ ભરત કેશુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૩) નામનો યુવાન છેલ્લા પાંચ વર્ષથી શાપર-વેરાવળમાં આવેલા બુધ્ધનગરમાં રહેતી એક દીકરો અને બે દીકરીની માતા મંજુ સાથે પ્રેમસંબંધ હોય મંજુનો પતિ હોય

છતાં બંને પ્રેમીપંખીડા અનૈતિક સંબંધો રાખતા હોય જે બાબતનો ખાર રાખી મંજુનો સગીર પુત્રએ ગઈકાલે ભરત તેના ઘરે હતો ત્યારે છરીનાં ઘા ઝીંકી તેણી હત્યા કરવાની કોશિશ કરી ભરત ચૌહાણને પેટમાં ગંભીર ઈજા કરી નાસી ગયો હતો.

બનાવબાદ ગંભીર હાલતમાં સારવારમાં યુવાનને દાખલ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

બનાવ અંગેની જાણ શાપર-વેરાવળ પોલીસમાં કરવામાં આવતા પી.એસ.આઈ કુલદીપસિંહ ગોહિલ સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી હત્યાની કોશિશનો ગુનો નોંધી સગીરને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here