શાપરનાં મારુતિનગરમાં જુગાર રમતા આઠ મહિલા સહિત 10 શખ્સોની ધરપકડ

કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું
કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું

પોલીસે રહેણાંક મકાનમાંચાલતા જુગારધામ પર દરોડો પડી રૂ. ૮૧૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો

શાપર-વેરાવળમાં આવેલા મારુતિનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પડી જુગાર રમતા ૧૦ શખ્સોને દબોચી લઇ રૂ. ૮૧૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ શાપર-વેરાવળમાં આવેલ સર્વોધ્ય હાઉસિંગ બોર્ડ પાસે મારુતિનગરમાં રહેતો યુસુફ હુસેન ઠેલા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની હકીકત મળતા શાપર-વેરાવળ પોલીસ મંથકનાં પી.એસ.આઈ કે.એ.ગોહિલ સહિતનાં સ્ટાફે ઉપરોક્ત સ્થળે દરોડો પડતા તીનપતિનો જુગાર રમતા યુસુફ હુશેન ઠેલા, સરોજ મનુ મહેતા, શ્રધ્ધા અમિત રાવલ, ઝરીના ઉર્ફે રોશન સલીમ સાંધ, રેમત હસન દળ, તેજલ અરૂણ બાબરીયા, અલીસા દારૂન માણેક, ગીતાબા બચુભા જાડેજા, દીપ શૈલેષ તન્ના સહિત ૧૦ શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂપિયા ૮૧૨૦૦ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here