શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા

શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા
શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા

શાકમાર્કેટમાં શાકભાજીની પુરતી આવક નહીં થતા ભાવોમાં વધારો

સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે ત્યારે આમ તો ચોમાસાની મોસમમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે. આ વર્ષે ક્યા કારણોસર ભાવમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

જેના પગલે ગૃહિણીઓનુ બજેટ પણ ખોરવાઇ ગયું છે. સામાન્ય રીતે ચોમાસાની મોસમમાં શાકભાજીના ભાવ 10 થી ર0 રૂપિયાના 250 ગ્રામ એટલે કે 70 થી 80 રૂપિયા કિલોના ભાવે તમામ શાકભાજી મળતાં હોય છે

પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે શાકભાજીની આવક પણ નહીં થઇ શકવાથી દિનપ્રતિદિન શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના પગલે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.

ગવાર , તુરીયા , દુધી , લીંબુ , રીંગણ, કારેલા, આદુ, ચોળી, ફલાવર, ધાણા, ટમેટા, મરચા, કોબી, કંકોળા, ભીંડા, કાકડી સહિત અન્ય શાકભાજીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો થવાના પગલે શાકભાજીનો સ્વાદ પણ કડવો લાગી રહ્યો છે.

ચોમાસાની મોસમમાં લીલા શાકભાજી આરોગવાના રસીયાઓને હાલમાં થઇ રહેલાં ભાવ વધારાના કારણે એક ટાઇમ કઠોળ ખાવાની નોબત આવી છે. તો બીજી તરફ વધી રહેલાં ભાવોના કારણે ગૃહિણીઓનું બેલેન્સ પણ ખોરવાઇ રહ્યું છે.

તો શહેર અને જિલ્લામાં આવેલા શાકમાર્કેટમાં પણ શાકભાજીની પુરતી આવક નહીં થવાના કારણે ભાવ વધારો થઇ રહ્યો છે તેવું વેપારીઓ પણ જણાવી રહ્યાં છે તો હાલમાં તમામ શાકભાજી 120 થી 140 રૂપિયા કિલોના ભાવે બજારમાં વેચાઇ રહ્યાં છે.

Read About Weather here

તો ધાણા, મરચા , લીંબુ, આદુ જેવા લીલા મસાલાના ભાવ પણ વધી જવાના કારણે વઘાર કરવો પણ મોંઘો બન્યો છે. હાલમાં તમામ શાકભાજીના ભાવ સતક વટાવી ચુક્યાં છે.(9.4)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here