શાંતિ ભંગ કરવાનો આક્ષેપ

શાંતિ ભંગ કરવાનો આક્ષેપ
શાંતિ ભંગ કરવાનો આક્ષેપ
આઝમ પર આક્ષેપ છે કે તેણે પબ્લિક પ્લેસમાં શાંતિ ભંગ કરી છે. સલમાન ખાનના ડુપ્લીકેટ તરીકે જાણીતા આઝમ અંસારીને લખનઉ પોલીસે ધરપકડ કરી છે. આઝમ પોતાના સો.મીડિયા માટે રસ્તા પર ઊભા રહીને વીડિયો બનાવતો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં અંસારી લખનઉના રસ્તા પર શર્ટલેસ થઈને વીડિયો શૂટ કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આઝમ લખનઉના ઘંટાઘર પાર્કની નજીક રસ્તા પર સલમાનના ગીત પર ડાન્સ કરતો હતો. લોકો ભેગા થઈ ગયા હતા અને તેના પર્ફોર્મન્સ પર તાળીઓ પાડી હતી. કેટલાંક લોકોએ આઝમની આ હરકત પર સવાલ કર્યો હતો. આમ લોકોની વચ્ચે દલીલો થવા લાગી હતી. થોડી વાર બાદ પોલીસ આવી હતી અને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને આઝમને શર્ટ પહેરવાનું કહ્યું હતું.

Read About Weather here

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું, ‘આઝમે શર્ટ પહેરવાની ના પાડી હતી અને આ જ કારણે લોકો રોષે ભરાયા હતા. જનતાએ આઝમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. અમે પબ્લિક પ્લેસમાં શાંતિ ભંગ કરવાના આક્ષેપ હેઠળ આઝમની ધરપકડ કરી હતી. તે રેલવે સ્ટેશન તથા અન્ય પબ્લિક પ્લેસ પર વીડિયો બનાવતો જોવા મળ્યો છે.’આઝમે ભૂતકાળમાં પણ ઘણીવાર રસ્તા વચ્ચે ઊભા રહીને વીડિયો બનાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here