કબડ્ડી મેચમાં મદદનીશ પો.કમિશનર ક્રાઈમની ટીમનો વિજય
શહેર પોલીસની ૮ ટીમો બનાવવામાં આવેલ
શહેર પોલીસ પરીવાર વાર્ષિક રમત મહોત્સવ- ૨૦૨૧ (ત્રીજી સ્પોર્ટસ મીટ) નું આયોજન કરેલ હોય જેમાં સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા ઝોન- ૧, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન- ૨, મદદનીશ પોલીસ કમિશ્નર જી.એમ.બારીયા પોલીસ હેડ કવાટર્સ, મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર. ટંડેલ ઉત્તર વિભાગ, મદદનીશ પોલીસ કમિશ્નર વી.આર.મલ્હોત્રા ટ્રાફીક શાખા, પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી ક્રાઇમ બ્રાન્ચ, રીઝર્વ પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.કોટડીયા પોલીસ હેડ કવાટર્સ નાઓની કમીટીની રચના કરવામાં આવેલ છે. શહેર ખાતે યોજાતી સ્પોર્ટસ મીટ જે રાજ્યમાં યોજાતી શહેર/ જિલ્લા પોલીસ સ્પોર્ટસ મીટમાં શહેરમાં યોજાતી સ્પોર્ટસ મીટ જે ખુબ જ આયોજનબધ રીતે યોજવામાં આવે છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
શહેર પોલીસ પરિવાર વાર્ષીક રમત મહોત્સવ- ૨૦૨૧ નું ૭૫ માં સ્વતંત્રતા દિવસના રોજ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શુભારંભ કરવામાં આવેલ છે. રમતવીરોને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. તેમજ નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન- ૨ નાઓએ આ પ્રસંગે પોલીસ ડીપાર્ટમેન્ટમાં પરેડ તથા અન્ય એકટીવીટી કરવામાં આવે છે.
Read About Weather here
સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા વાર્ષીક રમત મહોત્સવ- ૨૦૨૧ માં ભાગ લેનાર ખેલાડીઓને ખેલદીલીથી રમત રમવા અંગેના સપથ લેવડાવવામાં આવેલ હતા. તેમજ આ પ્રસંગે રાજકોટ ધોળકીયા સ્કુલની બાળાઓ દ્વારા દેશભકિતના ગીત ઉપર સાંસ્કૃતીક કાર્યક્રમ આપવામાં આવેલ હતો. જે ખુબ જ સુંદર રીતે પ્રદર્શન કરતા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ધોળકીયા સ્કુલની બાળાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે રોકડ ઇનામ તથા મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા. મદદનીશ પોલીસ કમિશ્નર દક્ષિણ વિભાગ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમની પુરૂષ ટીમો વચ્ચે કબડ્ડીનો મેચ યોજાયેલ. જેમાં મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમની ટીમનો વિજય થયેલ હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here