શહેર અને શહેરની બહારના કાચી વયના તરૂણ વિદ્યાર્થીઓને નશાની લતે ચડાવવા ડ્રગ્સ માફિયાઓની ખાસ ‘મોડસ ઓપરેન્ડી’

શહેર અને શહેરની બહારના કાચી વયના તરૂણ વિદ્યાર્થીઓને નશાની લતે ચડાવવા ડ્રગ્સ માફિયાઓની ખાસ ‘મોડસ ઓપરેન્ડી’
શહેર અને શહેરની બહારના કાચી વયના તરૂણ વિદ્યાર્થીઓને નશાની લતે ચડાવવા ડ્રગ્સ માફિયાઓની ખાસ ‘મોડસ ઓપરેન્ડી’

સદરબજારની સુનકાર શેરીઓ હોય કે, જયુબેલી ગાર્ડનના અવાવરૂ ખુણા હોય કે રેસકોર્ષના ઓછી અવર-જવરવાળા ખાંચા હોય કે મોચી બજારનો ખાડા વિસ્તાર હોય અથવા શહેરના જાહેર બાગ-બગીચાના ખુણા આવા તમામ વિસ્તારો નશાના બંધાણીઓ માટે વ્યસન અને છુપાવવાની મુખ્ય જગ્યાઓ છે.

Visit Saurashtra Kranti Homepage here

એ હકીકતથી રાજકોટના દરેક નાગરિકો વાકેફ હોય છે તો પોલીસ કેમ ન હોય?ચલમમાં ભારીને ગાંજો અને ચરસ ફુંકતા અને હવામાં ધુમાડો કાઢતા નશાના બંધાણીઓ તમને ઉપર બતાવેલી જગ્યાઓ પર અચુક જોવા મળી શકે છે.

નવાઇની વાત એ છે કે, પસાર થતા રાહદારીઓને આ બંધાણીઓ નજરે ચડે છે, બાગ-બગીચામાં ફરવા આવતા લોકો અને પરિવારોને પણ આ વ્યસનીઓ સરાજાહેર ચલમ પીતા કે સીગારેટમાં ભરીને ગાંજો પીતા કે દેશી દારૂની કોથળીઓ પેટમાં પધરાવતા દેખાય છે.

પરંતુ પોલીસને દેખાતા નથી. આ અતિશય આઘાતજનક અને આશ્ર્ચર્ય જનક હકીકત છે. હવે આ વ્યસનની આગ સ્થાનિક તંત્રની લાપરવાહી, હળવાસથી કામ લેવાની વૃતિ અને બેદરકારીને કારણે હોસ્ટેલો તથા શાળા-કોલેજો સુધી પહોંચી રહી છે.

શાળા-કોલેજો અને હોસ્ટેલની આસપાસ ડ્રગ્સના પેડલરના માણસો સતત હરતા-ફરતા હોય છે અને નવા શિકારની શોધમાં રહે છે. એમનું નિશાન ખાસ તો કાચી વયના તરૂણ-તરૂણીઓ પર હોય છે. ડ્રગ્સ એવી ચીજ છે

કે એકવાર લત લાગી જાય એ પછી એનું સેવન કરનારો ડ્રગ્સ વેચનારાનો રીતસર ગુલામ થઇ જાય છે અને ગમે તે ભોગે કરગરીને, કાલાવાલા કરીને, પગે પડીને પણ ગાંજા-ચરસ કે અન્ય કેફી પર્દાથનું પડીકુ માંગે છે અને રીતસર ભીખ માંગતો હોય તેવા દ્રશ્યો દેખાય છે.

બંધાણીની આ માનસીક સ્થિતિનો ડ્રગ્સ માફિયાઓ ભરપુર ગેરલાભ ઉઠાવે છે અને નશાની આદતનું દરેક રીતે શોસણ કરવામાં આવતું હોય છે. એક વખત આ ચુંગાળમાં ફસાય ગયેલી વ્યકિત કે તરૂણ કોઇકાળે તેમાંથી નિકળી શકતો નથી.

અત્યારે રાજકોટના યુવા વયના લોકો પર સૌથી મોટો ખતરો મંડરાઇ રહયો છે તેવું ડ્રગ્સ માફિયાઓની રીત રસમો જાણતા અને સમજતા કેટલાક જાણકાર લોકોનું કહેવું છે. ડ્રગ્સ વેચનારા અને હેરફેર કરનારાની એક આસ ‘મોડસ ઓપરેન્ડી’જોવા મળી છે.

જે બહુ જ ખતરનાક અને ભય જનક દ્રશ્ય ઉભું કરે છે. એમની પધ્ધતિ એવી હોય છે કે, શાળા કે કોલેજનો કોઇ વિદ્યાર્થી યા તો હોસ્ટેલનો કોઇ કાચી વયનો વિદ્યાર્થી એમના પંજામાં સપડાય એટલે પહેલા તો બિલકુલ મફત કેબી દ્રવ્યના પડિકા આપવામાં આવે છે.

જયારે એ તરૂણ કે યુવાન બરાબરનો બંધાણી થઇ જાય અને નશાનો ગુલામ થઇ જાય એ પાકુ કરી લીધા બાદ તેને પૈસા આપે એ પછી જ નશીલા પર્દાથો આપવામાં આવે છે.

ધણી વખત આવા યુવાનો નશીલા પર્દાથ ખરીદવા અને વ્યસનને ચાલુ રાખવા માટે ચોરી ચપાટીના રવાડે પણ ચડી જતા દેખાયા છે. નશીલો પર્દાથ લેવા માટે અને ખરીદવા માટે એ કોઇપણ હદે જવા તૈયાર થઇ જતા હોય છે.

જરૂર પડે તો કોઇના ખીસ્સામાંથી લૂંટ પણ કરી નાખતા હોય છે. નશા માટેના બંધાણીના વલવલાટ, તરફડાટ અને કાકલુદીઓને લાંબો સમય સુધી જોતા રહીને બાદમાં ડ્રગ્સ પેડલરો મોટી રકમ ખંખેરી બંધાણીને પર્દાથ પહોંચાડતા હોય છે.

આર્થિક અને શારિરીક બન્ને રીતે ધસાતો જતો વ્યસની સામાજીક અને સાંસ્કૃતિક બન્ને રીતે ખુવાર થઇ જાય છે. આર્થીક રીતે પડીભાંગે છે અને પોઇન્ટ ઓફ નો રીર્ટન પર પહોંચી જતો હોય છે.

ડ્રગ્સ માફિયા ગીરીનું આ સૌથી વધુ ધ્રુણાસ્પદ રૂપ છે જેનો અંત લાવવા માટે ભીલવાસ કે ગોવલીવાડના બે-ચાર શેરીઓના દરોડાની કાર્યવાહી પુરતી થઇ પડે તેમ નથી. સમગ્ર શહેરમાં કયાં કયાં વહેંચાણ થાય છે?,

કેફી દ્રવ્યો બહારથી લાવનારા માફિયા કોણ છે?, નશીલા પર્દાથો કયાંથી આવે છે? એ આખી સાંકળને તોડવા માટે પોલીસ અને સરકારી તંત્ર દ્વારા લાંબા સમયનું જબરદસ્ત ઓપરેશન ચલાવવાનું જરૂરી બનશે નહીંતર

રાજકોટની ભાવી પેઢી વ્યસનની લતમાં પડીને બરબાદ થશે અને સાથે સાથે સેંકડો પરિવારો પણ બરબાદીની ઉંડી ગરતામાં ધકેલાઇ જશે. પોતાના સંતાનના રોજીંદા જીવન ક્રમ પર માં-બાપ અને વાલીઓએ પણ ચાપતી નજર રાખવાનું જરૂરી બન્યું છે.

વાલીઓ સાવધ થાય એ આજના સમયની માંગ છે. અત્યારે આધુનિક ટેકનોલોજીને કારણે ડ્રગ્સનું સેવન કરવું, એ ખરીદવું અને ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવાનું ખુબ આસાન બની ગયું છે.

Read About Weather here

સંતાનોના હાથમાં હજારોની કિંમતના સ્માર્ટ ફોન આપીને અડોશ-પડોશમાં છાતી ફુલાવીને શેખીકરતા રહેતા વાલીઓએ એ સ્માર્ટ ફોનનો કેવો ઉપયોગ થાય છે, સંતાનો કોની સાથે સંપર્કમાં છે, યાર-દોસ્તો કેવા છે એ જાણવાની કદી તસ્દી લીધી નથી.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here