શહેરમાં ત્રણ સ્થળોએ જુગારનાં દરોડા: ચાર મહિલા સહિત 19 ની ધરપકડ

કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું
કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું

પોલીસે ઓમ તિરુમાળા સોસાયટી, નળોદાનગર અને આંબેડકર નગરમાં દરોડા પાડી રૂ. ૮૦ હજારની રોકડ કબજે કરી

શહેર પોલીસે ગઈકાલે ઓમ તિરુમાળા સોસાયટી, નાળોદનગર અને આંબેડકરમાં તીનપતીનો જુગાર રમતી ચાર મહિલા સહિત ૧૯ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ.૮૦ હજાર કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ આજીડેમ પોલીસને મળેલ ચોક્કસ બાતમીનાં આધારે પી.એસ.આઈ એમ.એમ.ઝાલા સહિતનાં ઓમ તિરુમાળા સોસાયટીમાં રહેતા અરવિંદ ઉર્ફે સીતારામ શંભુભાઈ લખતરીયા નામના શખ્સનાં રહેણાંક મકાનમાં દરોડો પડતા ઉપરોક્ત શખ્સ બહારથી માણસો બોલાવી જુગારનાં સાઘનો પુરા પાડી તીનપતીનો જુગાર રમાડતો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા અરવિંદ ઉર્ફે સીતારામ, અરવિંદ માવજી સિધ્ધપુરા, વિજયસિંહ અમરસિંહ ડાભી, ધવલ બળવંત હળવદીયા, ભરત ગોખર પોકીયા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. ૪૩૨૧૦ કબજે કર્યા હતા.

Read About Weather here

જયારે અન્ય એઈક બનાવમાં આંબેડકરનગરમાં ધારા ગેસ એજન્સી વાળી શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા કેતન નિતીન સાગઠીયા, પરેશ જીવણ સોલંકી, દિલીપ મનુ ચૌહાણ, વાલજી ભલા ગોહેલ, મદન ગુપ્તેશ્વર પ્રસાદ, મયૂર કાંતી પરમાર, હસુ ચના પરમાર, પીયુષ રમેશ રાઠોડ, કેતન રમેશ મકવાણા સહિત નવ શખ્સોની માલવિયાનગર પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. ૨૫૨૦૦ કબજે કર્યા છે. જયારે વધુ એક દરોડામાં ડીસીબી પોલીસે નાળોદનગરમાં જૂગારનાં દરોડા પડતા જૂગાર રમતી મીના સામત દયાતર, નયના રજનીકાંત કારીયા, ગીતા બલુ મક્કા, હંસા ડાયા કાવેર તથા હરસુખ ભૂરા જળુ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી પોલીસે રોકડા રૂ. ૧૧૭૫૦ કબજે કર્યા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here