શહેરમાં ચાર સ્થળોએ વિદેશી દારૂનાં દરોડા: 133 બોટલ સાથે ચારની ધરપકડ

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

બી.ડિવીઝન, ગાંધીગ્રામ અને ક્રાઈમ બ્રાંચે દરોડા પાડી રૂ.૨૦૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: નાસી ગયેલા બે શખ્સોની પોલીસે શોધખોળ આદરી

શહેરમાં ગઈકાલે ગાંધીગ્રામ, બી.ડિવીઝન અને ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ-અલગ ચાર સ્થળોએ વિદેશી દારૂ અંગેનાં દરોડા પાડી ચાર શખ્સોની ધરપકડ કરી રૂ. ૨.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા ગાર્ડન રેસ્ટોરન્ટની પાછળ શુર્લભ શૈચાલય નજીક રહેતા આશિષ ફાવાનંદ ઠાકુર નામના શખ્સનાં રહેણાંક મકાનમાં બી.ડિવીઝન પોલીસનાં એ.એસ.આઈ કે.યુ વાળા સહિતનાં સ્ટાફે દરોડો પડતા રૂ. ૨૭૧૨૮ ની કિંમતનો ૭૨ બોટલ દારૂ મળી આવતા પોલીસે આશિષ ઠાકુરની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

દારૂ અંગે સધન પૂછપરછ કરતા દારૂનો જથ્થો પીન્ટુ વિભા રાતડીયા (રહે. માલધારી સોસાયટી) નામના શખ્સો હોવાની પકડાયેલા શખ્સે કબુલાત આવતા પોલીસે પીન્ટુ રાતડીયાની શોધખોળ આદરી છે.

જયારે અન્ય એક દરોડામાં રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતો કિંજલ ભરત સોલંકી નામનો શખ્સ પોતાની ફોર વ્હીલ કારમાં દારૂની ૪૨ બોટલ લઈને નીકળતા ક્રાઈમ બ્રાંચનાં પી.એસ.આઈ એમ.વી.રબારી સહિતનાં સ્ટાફે કુવાડવા રોડ પર આવેલા તરઘડીયા ગામના પાટીયા પાસેથી દબોચી લઇ રૂ. ૨૨૨૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Read About Weather here

જયારે ગાંધીગ્રામ પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે ગાંધીગ્રામમાં આવેલા વેલનાથ ચોક પાસે એપાર્ટમેન્ટમાં રહેતો અનીલપરી પ્રવિણપરી ગૌસ્વામી મકાનમાં દરોડો પડતા દારૂની ૧૮ બોટલ કિંમત રૂ. ૭૨૦૦ ની મળી આવતા પોલીસે અનીલપરીની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો યશપાલ નિર્મલ ડાવેરા નામનો શખ્સ લાવ્યો હોવાની  કબુલાત આવતા પોલીસે યશપાલની શોધખોળ આદરી છે. જયારે ગાંધીગ્રામનાં ગૌતમનગરમાં રહેતો મયુર લલિત ધામેચા નામના શખ્સને પોલીસે એક બોટલ દારૂ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here