શહેરમાંથી તમામ ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવા મેયરનું કડક વલણ

શહેરમાંથી તમામ ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવા મેયરનું કડક વલણ
શહેરમાંથી તમામ ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવા મેયરનું કડક વલણ

શહેરનાં 164 ન્યુસન્સ પોઈન્ટ દૂર કરાશે: સેનેટરી ઇન્સ્પેક્ટરો સાથે મેયરની બેઠક
તમામ ન્યુસન્સ પોઈન્ટ પર રખાશે બાજ નજર: બેનર, બંદોબસ્ત દંડ જેવા આકરા પગલા લેવાશે

રાજકોટનાં રાજમાર્ગોથી માંડી શેરીઓમાં બાગની સમસ્યા અંગે મેયર અને ઈજનેરોની બેઠક મળી હતી. જેમાં મેયરે ઈજનેરોને ખખડાવ્યા હતા. શહેરમાં થોડા-થોડા અંતરે કોઈને કોઈ કારણે પડેલા બાગો તાત્કાલિક રીપેર કરવા સુચના આપી હતી.

Subscribe Saurashtra Kranti here

ત્યારબાદ રાજકોટને સ્વચ્છતાનાં ક્રમમાં અગ્રતા લાવવા માટે તેમજ શહેરીજનો દ્વારા અમૂક જગ્યાએ કચરો બહાર નાખીને ન્યુસન્સ પોઈન્ટ બનાવી દેવાયા છે. આ ન્યુસન્સ પોઈન્ટ દૂર કરીને શહેરને સ્વચ્છ બનાવવા મેયરે કડક વલણ અપનાવ્યું છે.

આજે મેયર અને સેનીટેશન ચેરમેન દ્વારા શહેરનાં તમામ સેનેટરી ઇન્સ્પેક્ટરો સાથે બેઠક યોજી છે. જેમાં શહેરનાં 164 ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવા માટે ચર્ચા કરાશે. મેયરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા કોઈ પણ પ્રયત્ન કરવામાં આવશે. શહેરમાં 164 જેટલા ન્યુસન્સ પોઈન્ટ આવેલા છે.

આ તમામ ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. લોક જાગૃતિ માટે બેનરો પણ લગાવાશે. જરૂર પડશે તો ત્યાં સિક્યુરિટી પણ મુકવામાં આવશે. જેથી કરીને જો કોઈ કચરો ફેકવા આવે તો તેને રોકીને સમજાવવામાં આવે.

Read About Weather here

પરંતુ કોઈપણ દંડ જેવું કડક વલણ અપનાવીને અ તમામ ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવામાં આવશે. આજે બધા સાથે બેઠક પણ યોજાશે અને જરૂરી સૂચનાઓ પણ અપાશે. લોકો બહાર કચરો ન ફેંકે તેમજ કચરાટોપલી અને ટીપરવાનનો ઉપયોગ કરે તે માટે સમજાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here