શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ પહોળો કરવા મનપા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. 54 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજ બનાવાશે. આ બ્રિજની નવી ડિઝાઇન તૈયાર કરી રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવી છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.શહેરના જામનગર રોડ પર આવેલ વર્ષો જુના સાંઢીયા પુલ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તંત્ર દ્વારા આ પુલની નવી ડિઝાઇન તૈયાર કરી રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ મંજૂરી મળ્યા તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પુલની લંબાઇ 600 મીટર અને પહોળાઇ 16.50 મીટરની થશે. જેનો અંદાજીત ખર્ચ રૂા. 54 કરોડ હોય મનપા તંત્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટની પણ માંગ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે આ પુલનો કેટલોક હિસ્સો રેલવેમાં આવતો હોય તેનો ખર્ચ રેલવે તંત્ર ઉઠાવશે. બાકીનો ખર્ચ મનપા તંત્ર દ્વારા કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here