તમામ વોર્ડના એન્જીનીયર અને ડે. એન્જીનીયરને બોલાવતા સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસમાં આઠ ઇંચ વરસાદ પડતા ન્યારી ડેમમાં નર્મદાનું પાણી બંઘ કરાયું છે. મનપા તંત્ર દ્વારા પ્રીમોનસુનની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર ખાડા પડી ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. રાજકોટના મેયર ડો.પ્રદિપભાઇ ડવે રવિવારે વરસતા વરસાદમાં ક્ધટ્રોલ રૂમની મુલાકાત લઇ સતત મોનીટરીંગ કર્યુ હતું.
Subscribe Saurashtra Kranti here
જામનગર અને પરાપીપળીયા ખાતે પાંચ લોકોને રેસ્કયુ કરાયા હતા. જંકશન પ્લોટમાં એક ઝાડ પડયું હતું. એસ્ટોન ચોક પાસે સરદાર નગરમાં એક વૃક્ષ ધરાશાહી થયું પણ મોટું નુકશાન થયું ન હતું. સ્ટે. ચેરમેન પુષકર પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદી પાણી ભરાયા અંગેનો સર્વે કરવામાં આવશે. કેટલા રસ્તા તુટી ગયા છે તેનો રીપોર્ટ કરી પેચ વર્ક કામ શરૂ કરવામાં આવશે. આ અંગે તમામ વોર્ડમાં એન્જીનીયર અને ડેપ્યુટી એન્જીનીયરને બોલાવી તાત્કાલીક રીપોર્ટ કરવા સુચના આપવામાં આવી છે. શનિ અને રવિવારે પડેલા ધોધમાર વરસાદથી પ્રી મોન્સુનની કામગીરી ખુલી પડી ગઇ છે.
Read About Weather here
શહેરના રસ્તાઓ પર ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. ઠેરઠેર રસ્તાઓ પર ખાડા પડવાથી રાહદારીઓને અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી. દર વર્ષે ચોમાસા દરમ્યાન અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હોવાની અનેક ફરીાયદો ઉઠવા પામી છે પણ તંત્ર દ્વારા કાયમી પાણીના નિકાલ માટે કોઇ નક્કર આયોજન કરવું જોઇએ. હવામાન ખાતા દ્વારા આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તંત્ર દ્વારા વહેલી તકે પાણીના નીકાલની વ્યવસ્થા કરાય તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કોઇ સમસ્યા ન રહે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here