અનેક રજૂઆત પણ ઉકેલ નહીં:આ ગંદકી ક્યારે દૂર થશે તે સમયની રાહ જોતા નગરજનો
ગંદકી અને કચરાનાં ઢગલાથી લોકોને ચાલવું મુશ્કેલ બન્યું: દુર્ગંધથી ત્રાહિમામ પોકારી જતા લોકો,વર્ષોથી આ પ્રશ્ન સ્થાનિક કોર્પોરેટરને અનેક રજૂઆત પણ કોઈ જવાબ જ નહીં: રહેવાસીઓ
દેશમાં સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે. રાજકોટ ગંદકી મુક્ત બંને તેમજ શહેરમાં એક પણ ન્યુસન્સ પોઈન્ટ રહે નહીં તેવા પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પણ શહેરમાં અનેક જગ્યાપ એવી છે કે જ્યાં વર્ષોથી કચરાનો પ્રશ્ન હોવા છતાં પણ કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. ત્યાંના લોકોમાં જાગૃતતા લાવવા પણ તંત્ર દ્વારા કંઈ પ્રયત્ન કરવામાં આવતા નથી.
Subscribe Saurashtra Kranti here
શહેરનાં વોર્ડનં. 3 નાં જુના રાજકોટમાં દરબારગઢથી રાજ સ્કૂલની વચ્ચે અને સ્કૂલની સામે ઘણા વર્ષોથી કચરાનાં ઢગલાનો પ્રશ્ન છે. વારંવાર સાફ કરવા છતાં કચરો ફરી ઢગલો કરી દેવામાં આવે છે. હાલમ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી વારસદ પડતો હોય છે. જેના કારણે કચરો આ વિસ્તારમાં બાલકૃષ્ણ લાલજીની હવેલી આવેલી છે. અ હવેલી ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પણ આવતા હોય છે.
આ લોકોને આ કચરાનાં ઢગલાની દુર્ગંધ તેમજ ગંદકીને લીધે ચાલવું મુશ્કેલ બની ગયું છે. આ પ્રશ્ન આજકાલનો નહીં પરંતુ વર્ષો જુનો છે અને તંત્રને અનેક વર ધ્યાન દોરવામ આવ્યું છે. ઉપરાંત મેયર મ્યુ.કમિશનર સહિત અનેક ઉચ્ચ લેવલે રજૂઆત પણ કરવમાં આવી છે.
Read About Weather here
અહીંનાં સ્થાનિક કોર્પોરેટરોને પણ આ પ્રશ્ન મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું છે. પણ કોઈ નિકાલ કરવામાં આવતો નથી. વિસ્તારવાસીઓએ અનેક રજૂઆતો કરી છે પણ તંત્ર લોકોનું સાંભળતું નથી આ પ્રશ્નનું ટૂંક સમયમ નિરાકરણ કરવામ આવે નહિતર ચોમાસામ વધુ ગંદકી ફેલાશે અને રહેવાસીઓ રોગચાળાનો ભોગ બને તો નવાઈ નહીં.તંત્રનાં કાને બહેરાશ આવી રજુઆતો અનેક કરી પણ કોઈ ઉકેલ નહીં
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here