શરૂઆત તો આમ જ પણ હવે જામ જામ…!

શરૂઆત તો આમ જ પણ હવે જામ જામ...!
શરૂઆત તો આમ જ પણ હવે જામ જામ...!
નોકિયા કંપની પેપર મિલ ચલાવતી હતી, LG બ્યૂટી પ્રોડક્ટ્સ બનાવતી હતી અને કોલગેટ સાબુ બનાવતી હતી. નોકિયાનું નામ સાંભળીને આપના મગજમાં પહેલો શું વિચાર આવશે? ચોક્કસ દરેકનો જવાબ હશે મોબાઈલ ફોન.

Visit Saurashtra Kranti Homepage here

તેવી જ રીતે LGનું નામ સાંભળતા ટીવી અને કોલગેટનું નામ સાંભળતા જ ટૂથપેસ્ટની તસવીરો મગજમાં ચાલવા લાગે છે. જો તમે આ બ્રાન્ડ્સના શરુઆતી કામ વિશે જાણશો તો તમને વિશ્વાસ નહીં થાય.

આજે ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની નોકિયાની શરૂઆત 1865 માં થઈ હતી. શરૂઆતમાં તે પેપર મિલ ચલાવતી હતી. ઘણા વ્યવસાયોમાં હાથ અજમાવ્યા પછી, નોકિયાએ 1960માં ફોન ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

કોલગેટ, એક હાઈજીન પ્રોડક્ટ બનાવતી કંપની 1806માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે 1873 સુધી ટૂથપેસ્ટ બનાવતી ન હતી. ફાઉન્ડર વિલિયમ કોલગેટ શરૂઆતમાં સાબુ અને મીણબત્તીઓ બનાવતી હતી.

નેટફ્લિક્સની શરુઆત એપ્રિલ 1998માં થઈ હતી. શરૂઆતમાં તેઓ મેઈલ દ્વારા ડીવીડી ભાડે આપતી હતી. લગભગ એક દાયકા પછી, તેમણે તેનું બિઝનેસ મોડલ બદલ્યું અને આજે તે સૌથી મોટી ઓનલાઈન સ્ટ્રીમિંગ કંપનીઓમાંની એક છે.

જ્યારે યૂટ્યૂબ 2005માં શરૂ થયું ત્યારે તેનો હેતુ ડેટિંગ પર હતો. તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે લોકો તેમના સપનાના જીવનસાથીનું વર્ણન કરતા વીડિયો અપલોડ કરી શકે. યૂટ્યૂબ આજે વિશ્વનું સૌથી મોટું વિડિયો શેરિંગ પ્લેટફોર્મ છે.

ઈમ્પિરિયલ ટોબેકો કંપની એટલે કે ITCની શરૂઆત 1910માં થઈ હતી. શરૂઆતમાં તે તમાકુંના પાન અને સિગારેટ વેચવાનો ધંધો કરતી હતી. આજે ITC FMCG, હોટેલ, પેપરબોર્ડ, એજ્યુકેશન અને લાઈફસ્ટાઈલ કેટેગરીમાં અગ્રણી છે.

એમેઝોનની શરૂઆત જેફ બેઝોસે 5 જુલાઈ, 1994ના રોજ કરી હતી. શરૂઆતમાં અહીં માત્ર પુસ્તકો જ વેચાતા હતા. 1998 પછી, અન્ય વસ્તુઓ ઉમેરવાનું શરૂ થયું અને આજે એમેઝોનના ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં દરેક વસ્તુ મળે છે.

શરૂઆતમાં આ કંપની હાઈજીન અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનોનું ઉત્પાદન કરતી હતી. દક્ષિણ કોરિયાની આ કંપનીએ 1958માં ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું અને આજે તે તેના ક્ષેત્રની અગ્રણી કંપની છે.

Read About Weather here

જ્યારે કંપની 1906માં શરૂ થઈ ત્યારે તે ફોટોગ્રાફિક પેપર અને ફોટોગ્રાફી એસેસરીઝનું ઉત્પાદન કરતી હતી. 1959 માં, કંપનીએ પ્રથમ ઝેરોક્સ 914 મશીન બનાવ્યું અને સૌથી મોટી ફોટોકોપી કંપની બની.LGની શરૂઆત 1947માં થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here