વ્હાલીના વધામણાં…‘ક્ધયાદાન’

રણજી ટ્રોફીમાં મહિલા કરશે અમ્પાયરિંગ!
રણજી ટ્રોફીમાં મહિલા કરશે અમ્પાયરિંગ!
સમાજનો કોઇપણ સામાન્ય પરિવાર હોય તેને લગ્નના મોંઘા ખર્ચ પોષાય તેમ નથી ત્યારે આવા પરિવારની દીકરીઓને સમૂહલગ્નના માધ્યમથી મદદરૂપ થવું એવો રાજકોટના ઉદ્યોગપતિ અને સામાજીક યુવા અગ્રણી મયુરધ્વજસિંહ એમ. જાડેજાનો શુભ સંકલ્પ છે. જેને અનુલક્ષી મંગળવાર તા.17 ના રોજ રાજકોટના આંગણે, પારિજાત પાર્ટી પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ ખાતે ભવ્યાતિભવ્ય સર્વજ્ઞાતિ, સર્વધર્મ સમૂહલગ્નોત્સવ વ્હાલીના વધામણાં ક્ધયાદાનનું અનેરૂ આયોજન થયું છે. જેમાં દીકરીઓને કરિયાવર પણ અપાશે જેમાં મુખ્ય અતિથી રૂપે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહેશે જ્યારે આર્ષ વિદ્યા મંદિરના પૂ. પરમાત્માનંદ સ્વામી આશિર્વચન પાઠવશે. જે.એમ.જે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, ભારતીય લગ્ન સંસ્કાર પ્રણાલી પરંપરામાં સમૂહલગ્ન એ અત્યારના સમયની માંગ છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળ હોય સમૂહલગ્ન શક્ય બન્યા નહોતા જેથી આ વર્ષે આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, એકમાત્ર દાતા તરીકે મયુરધ્વજસિંહ જાડેજાએ વર્ષ 2019 માં 86 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા સાથે આજ લગ્નોત્સવમાં તેઓ પણ લગ્નગ્રંથીથી જોડાતા કુલ 87 દીકરીઓના લગ્નની વિરલ અને ઐતિહાસિક ઘટના ઘટી હતી. આ ઉપરાંત મયુરધ્વજસિંહ જાડેજાએ તેમના દીકરીના પ્રથમ જન્મદિવસની અનોખી ભેટરૂપે કોરોનાકાળમાં માતા-પિતાનું છત્ર ગુમાવનાર પાંચ દીકરીઓના વ્હાલી બની દત્તક લઇ તેને પ્રાથમિક શિક્ષણથી માંડી કોલેજ સુધીના અભ્યાસની તમામ ફી ની જવાબદારી ઉપાડી હતી .

એટલું જ નહીં તેઓએ કોરોનાકાળમાં અનેક ભૂખ્યાઓના જઠરાગ્નિ ઠારવા, ઓકિસજનનાં બાટલાઓ પુરા પાડવા વગેરે જેવા અનેક સેવાકિય કાર્યો તેમણે કર્યા છે. આ લગ્નોત્સવમાં સર્વધર્મના 101 યુગલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંગળવારે સવારે 8.30 કલાકે જાનનું આગમન અને સામૈયા, 9.30 કલાકે માનવંતા મહેમાનોનું સન્માન અને હસ્તમેળાપ, તથા 12 કલાકે ભોજન સમારંભ યોજાશે. આ અવસરે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવના સાક્ષી બનવા સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય મહાનુભાવો, સર્વ સમાજના રાજેસ્વીરત્નો, સંતો-મહંતો, ઉચ્ચ અધિકારીઓ, નારી રત્નો સહિત મોંઘેરા મહેમાનો ઉપસ્થિત રહેશે.

આ લગ્નોત્સવમાં જયમીનભાઇ ઠાકર, વિજયભાઇ દેશાણી, બલભદ્રસિંહ ચુડાસમા, કિશોરસિંહ જેઠવા, વિનોદ બોખાણી, ધર્મેશ વૈદ્ય, જયેશ ઉપાધ્યાય, મિલન કોઠારી અને સેફાયર એલિગન્સ ટીમ સહ આયોજક તરીકે જોડાયા છે. શિવ માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની ટીમ દ્વારા આ ભવ્ય સમૂહ લગ્નસમારોહની વ્યવસ્થાની કામગીરીનો કાર્યભાર સંભાળાયો છે . જે.એમ.જે ગ્રુપ વર્ષોથી રિયલએસ્ટેટ, સોલાર પાર્ક, લોજીસ્ટિક વગેરે અનેક ક્ષેત્રે જોડાયેલું છે સાથે સમાજિક પ્રવૃતિઓમાં પણ સદાય અગ્રેસર રહ્યું છે. મયુરદ્રજજિ જાડેજાએ જણાવ્યું હતું કે, મેં એક સંકલ્પ કર્યો છે કે સમાજની દીકરીઓ જેમના માતા-પિતાને લગ્નનો સામાન્ય ખર્ચ પણ પોસાય તેમ નથી તેવા પરિવારની દીકરીઓને સંસાર વસાવવામાં મદદરૂપ થવું જે મારી દ્રષ્ટીએ સૌથી શ્રેષ્ઠ સામાજીક કાર્ય છે.

Read About Weather here

જે.એમ.જે.ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત આ ભવ્યાતિભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું અબતક ચેનલ અને જીટીપીએલ પરથી લાઇવ ટેલિકાસ્ટ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here