મનપા તંત્ર દ્વારા વાલ્વ લીકેજ રીપેરીંગ કરાવી પાણીનો વેડફાટ અટકાવો જોઈએ
વરસાદ ખેંચતા ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયા છે. લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શહેરના વોર્ડનં. ૧૦ માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઈન રોડ પર યુનીવર્સીટી રોડ નજીક કુંડીમાં વાલ્વ લીકેજ હોવાને કારણે છેલ્લા 8 થી 10 દિવસથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આસપાસનાં રસ્તાઓ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. જાહેર માર્ગ પર પાણી વહેતું હોવા છતાં કોઈ લીકેજ રોકવા ફરક્યું નથી. તેમ સુત્રોમાંથી જણવા મળ્યું છે.
રાજકોટ મનપા કરોડો રૂપિયાનાં ખર્ચે નર્મદાનિર જળાશયોમાં ઠાલવે છે. પરંતુ પાણીનાં વાલ્વ લીકેજ જેવી સમસ્યાને કારણે શહેરમાં રોજબરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો હોવાનું જોવા મળે છે. મનપા તંત્ર વહેલી તકે વાલ્વ રિપેર કરાવે તે જરૂરી છે. આજે પાણી કુંડીમાંથી પાણી સતત બહાર વહી રહ્યું છે.
Read About Weather here
આસપાસનાં વિસ્તારોમાં પાણી ખાબોચિયા ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મનપા તંત્ર દ્વારા વાલ્વ લીકેજ સહિતની સમસ્યા હોય તો રીપેરીંગ કરી પાણીનો વેડફાટ થતો અટકાવવો જોઈએ.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here