વોર્ડમાં આડેધડ થતા દબાણો માટે જવાબદાર કોણ?

વોર્ડમાં આડેધડ થતા દબાણો માટે જવાબદાર કોણ?
વોર્ડમાં આડેધડ થતા દબાણો માટે જવાબદાર કોણ?

રાજકોટ મનપા ને “વન ડે, વન વોર્ડ યોજનાની જરૂર શું કામ પડી?
શું આવા બેદરકાર અધિકારીઓ સામે ફરજચૂક સહિતનાં પગલા લેવાશે ખરા?: મેયર આવા અધિકારીઓ સામે પગલા લઇ દાખલો બેસાડે એવી લોક લાગણી: શહેરના અનેક વોર્ડમાં ગેરકાનૂની બાંધકામો અને દબાણોની અવિરત વણઝાર

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવા માટે વન ડે, વન વોર્ડ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના થકી શહેરમાંથી નડતરરૂપ દબાણોને સાફ કરવાનો ઈરાદો મનપા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે શહેરીજનોમાં આ કામગીરી અંગે અલગ પ્રકારનાં પ્રતિભાવ જોવા અને સાંભળવા મળી રહ્યા છે. લોકોમાં થતી ચર્ચા મુજબ શહેરનાં દરેક વોર્ડમાં આડેધડ ગેરકાનુની બાંધકામો, ફૂટપાથ અને માર્ગો પરનાં દબાણો જેવી પ્રવૃતિઓ વર્ષોથી બેરોકટોક ચાલી રહી છે.

પરંતુ એકધારી નક્કર અને ઊંડી કામગીરીનો અભાવ હોવાથી આ દુષણમાંથી શહેરીજનોનો છુટકારો થઇ શક્યો નથી. ત્યારે શહેરીજનો એવું કહી રહ્યા છે કે નગરપાલિકાની નવી ઝુંબેશનાં ઉત્સાહનો ફુગ્ગો જલ્દી ફૂંટી ન જાય તો સારું રહેશે.

રાજકોટ શહેરમાં આપણે ચક્કર લગાવીએ તો જાહેર માર્ગો, શેરી-ગલ્લીઓનાં નાકા પર રેકડી-ગલ્લાઓ તેમજ દુકાનોનાં સરસામનનાં દબાણ અને આડેધડ ગેરકાયદે બાંધકામો પહેલી નજરે જ જુદા તરી આવે છે. પસાર થતા રાહદારીને બધું દેખાય છે.

જે તે વોર્ડમાં લત્તા કે સોસાયટીઓમાં રહેતા શહેરીજનોને પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ દેખાય છે. કોઈ વોર્ડવાઈઝ અધિકારીઓને ગેરકાનુની દબાણો અને બાંધકામો દેખાતા જ નથી.

અહીં સો મણનો સવાલ એવો ઉભો થાય છે કે આવા અધિકારીઓ જે એમની ફરજ પાલનમાં નિષ્ફળ જઈ રહ્યા છે.? એમની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી?! વોર્ડમાં મનપા નિયુક્ત અધિકારીઓ આ જવાબદારી સાથે નિશ્ચિત કરવામાં આવ્યા હોય છે.

વોર્ડવાઈઝ અધિકારીઓની એ મહત્વની જવાબદારી તથા ફરજ બંને છે કે એમના વોર્ડમાં જ્યાં દબાણો થયા હોય અથવા જ્યાં ગેરકાનુની બાંધકામો શરૂ થયા હોય તેની માહિતી મનપા પદાધિકારીઓ અને અધિકારીઓ સુધી તુરંત જ પહોંચાડવી જોઈએ.

શું અધિકારીઓ આ માહિતી આપે છે કે અકળ કારણોસર છુપાવી રાખે છે. એ શોધવાની જવાબદારી મનપા નાં જવાબદાર નગર નિયોજકોની બની રહે છે. વોર્ડમાં આવા અધિકારીઓનાં નાક નીચે બાંધકામો થતા રહે છે.

જેની ઘણીવખત તંત્રને કોઈ જાણ હોતી નથી. શેરીનાં નાકા, મુખ્ય માર્ગો અને રાજમાર્ગો પર બેફામ ગેરકાયદે દબાણ થતા રહે છે. જેની સામે વોર્ડવાઈઝ અધિકારીઓ નિયમિત રીતે આંખ આડા કાન કરતા હોય તેવું દેખાઈ આવે છે.

મેયર ડો.પ્રદિપ ડવ શહેરને ચોખ્ખું અને સ્વસ્થ બનાવવા ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે. પણ ટીમ મેયર આવા દબાણો સામે કેમ લાચાર બની જાય છે. તે શહેરીજનોને સમજાતું નથી.

શું મેયર ફરજ ચુકી રહેલા આવા અધિકારીઓ સામે પગલા લઇ એમનો કાન આમળીને કોઈ ઉતમ દાખલો બેસાડવાની પરંપરા સ્થાપિત કરશે ખરા? જ્યાં સુધી મેયર જાતે એમના હાથમાં આ મામલો નહીં લે ત્યાં સુધી દબાણોનાં દુષણ પર પૂર્ણવિરામ મૂકી શકાશે નહીં.

Read About Weather here

જો ખરેખર રાજકોટ શહેરને સ્માર્ટ લુક આપવું હોય તો ટીમ મેયરે કોઈ જાતની શેહશરમ રાખ્યા વિના દોષિતો સામે કડક હાથે પગલા લેવા જ રહ્યા. શું મેયર એક પ્રથમ નાગરિક તરીકે રાજકોટનાં નાગરિકોની લાગણીઓનો પ્રતિસાદ આપશે ખરા?(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here