વોર્ડનં.15 નિચાણવાળા વિસ્તારોની યાદીમાંથી ગાયબ!?

વોર્ડનં.15 નિચાણવાળા વિસ્તારોની યાદીમાંથી ગાયબ!?
વોર્ડનં.15 નિચાણવાળા વિસ્તારોની યાદીમાંથી ગાયબ!?

તંત્ર દ્વારા સ્થાનિક લોકો સાથે વ્હાલા-દવલાની નીતિ અપનાવી રહી છે?: નરેશ પરમાર
સરગમ કલબ એટલે સેવા અને સંપતિનો સમન્વય: વજુભાઈ વાળા

મનપાના વોર્ડ નં.15 ના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરેશભાઈ પરમારે જણાવ્યું છે કે,

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદ દરમ્યાન પાણીમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કરીને વોર્ડ નં 4/ 5/6/7/11/14/16/18 નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કુલ આશરે 1155 જેટલા લોકોને વિવિધ શાળાઓ અને અન્ય સ્થળોએ સ્થળાંતર

કરી ફૂડ ડીશની પણ વ્યવસ્થા કરી હતી. વોર્ડ નં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવે છે.

જ્યારે સમગ્ર રાજકોટની જનતા અતિ ભારે વરસાદના કારણે હેરાન પરેશાન હતા ત્યારે વોર્ડ નં 15 નિચાણવાળા વિસ્તારો ડો.આબેડકરનગર.આરાધના સોસાયટી.ખોડીયારપરા.શીવનગર.ભારતનગર અને

અન્ય વિસ્તારોમા વસવાટ કરતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર તથા ફાયર બ્રિગેડ અધિકારોને ફોન તથા મેસેજ દ્વારા અતિ ભારે વરસાદના

પાણી નિકાલ માટે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેસ્કયુ ટીમ કે ફાયર બ્રિગેડમાંથી એકેય સાંજ સુધીમાં આવ્યા નહિ.!

જાણે એવું લાગી રહ્યું છે કે વોર્ડ નં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિચાણવાળા વિસ્તારોની યાદીમાંથી ગાયબ થઈ ગયુ હોય.

Read About Weather here

શું અહિયાં વસવાટ કરતા તમામ લોકોની ચિંતા તંત્રને નહોતી? તંત્રએ મુલાકાત અને નોંધ લેવા તસ્દી હાથ ધરી નહિ. હોવાનો આક્ષેપ કર્યો છે.(1.16)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here