વૈષ્ણો દેવીથી પરત ફરતી બસમાં આગ…!

વૈષ્ણો દેવીથી પરત ફરતી બસમાં આગ…!
વૈષ્ણો દેવીથી પરત ફરતી બસમાં આગ…!
આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 22 યાત્રી ગંભીર રીતે દાઝી ગયા છે. કટરાથી જમ્મુ જઈ રહેલી એક યાત્રી બસમાં કટરા નજીક આગ લાગી હતી. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ બસ વૈષ્ણોદેવીના તીર્થ યાત્રીઓને માતાના દર્શન કરાવ્યા બાદ પરત લઈને આવી રહી હતી. કટરાથી 3 કિમી અંતરે નોમાઈમાં શનિ મંદિર નજીક બસમાં આગ લાગી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જમ્મુ ઝોનના ADG મુકેશ સિંહે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં કોઈ પ્રકારના વિસ્ફોટકનો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી નથી.જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી કમિશનર બબીલા રકવાલે જણાવ્યું કે ઓવર હીટિંગને લીધે બસની ટાંકી ફાટવાને લીધે આગ લાગવાની આશંકા છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુના ADGPએ જણાવ્યું કે આ ઘટનાની માહિતી મળ્યા બાદ FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Read About Weather here

આ ઘટનામાં ઈજા પામેલા 22 લોકોને સારવાર માટે કટરા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ પૈકી કેટલાકને વિશેષ સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોના નજીકના સંબંધીઓને 5-5 લાખ અને ઈજાગ્રસ્તોને 1-1 લાખની આર્થિક સહાયતા મળશે.જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ આ ઘટનામાં પીડિતોને આર્થિક મદદની જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here