વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ: 12 લોકોનાં મોત, 14 ઘાયલ

વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ: 12 લોકોનાં મોત, 14 ઘાયલ
વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ: 12 લોકોનાં મોત, 14 ઘાયલ
મરનારમાં મોટા ભાગના દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકો છે, એમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું હતું કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. નવા વર્ષની શરૂઆતમાં દુઃખદ બનાવ બન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટમાં કહ્યું છે કે માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં લોકોએ જીવ ગુમાવ્યા એનાથી ખૂબ દુ:ખી છું.

શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવાદના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું. વડાપ્રધાને રાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે બનાવને લઈને વાતચીત કરી છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

કેન્દ્ર સરકારે મૃતકોનાં પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર વળતર આપવાની જાહેરાત કરી છેજમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ઘાયલોના સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. ઘાયલોને સારવાર આપવા માટે વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે.

Read About Weather here

હું અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.તેણે ટ્વીટ કર્યું, ‘આ દુઃખદ અકસ્માતથી હૃદય ખૂબ જ દુઃખી છે. મેં રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here