વૈજ્ઞાનિકોનો અનોખો કમાલ…!

વૈજ્ઞાનિકોનો અનોખો કમાલ...!
વૈજ્ઞાનિકોનો અનોખો કમાલ...!
સૌથી સારી વાત એ છે કે આંખમાં નાખવામાં આવેલા આ ડ્રોપથી દ્યણો ફાયદો પણ થયો છે. જેમની દૃષ્ટિ નબળી છે, પરંતુ તેઓ દરેક વખતે વાંચતા ચશ્મા પહેરવાનું પસંદ કરતા નથી, તેમના માટે તબીબી વિજ્ઞાને ચમત્કારિક આંખના ડ્રોપ બનાવ્યા  આ આઈ ડ્રોપ આંખોમાં નાખ્યા પછી દ્રષ્ટિ તેજ બની જશે અને ચશ્મા પહેરવાની જરૂર નહીં રહે.

Visit Saurashtra Kranti Homepage here

Vuity Eye Drop નામના આ આઈડ્રોપનો પ્રારંભિક ટ્રાયલ પણ ૭૫૦ દર્દીઓ પર કરવામાં આવ્યો છે, જેના પરિણામો ખૂબ જ અસરકારક રહ્યા છે. અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર એફડીએએ પણ સામાન્ય લોકો માટે તેના ઉપયોગને મંજૂરી આપી છે.

આ આઇ ડ્રોપ આઇરિશ ફાર્મા કંપની એલર્જન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેના અજમાયશમાં અગ્રણી ભૂમિકામાં રહેલા નેત્ર ચિકિત્સક ડો. જયોર્જ ઓ. વારિંગે જણાવ્યું કે વધતી ઉંમર સાથે લોકોને પ્રેસ્બાયોપિયા થવા લાગે છે જેના કારણે તેમની આંખોની રોશની ઓછી થવા લાગે છે.

જયારે આવું થાય છે, ત્યારે તેઓએ વસ્તુઓને ખૂબ નજીકથી જોવી પડે છે. આ પરિસ્થિતિમાં Vuity આંખના ટીપાં ખૂબ અસરકારક છે. આ આંખનું ટીપું તેની અસર ૧૫ મિનિટમાં બતાવે છે અને તેની અસર ઇન્સ્ટિલેશન પછી થોડા કલાકો સુધી રહે છે.

Vuity Eye Dropનું એક ડ્રોપ નાખવાથી ૬ થી ૧૦ કલાક આંખની દ્રષ્ટિ પહેલા કરતા તેજ બને છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના નેત્ર ચિકિત્સક ડો.સ્ટીફન ઓર્લિન કહે છે કે આ આંખના ડ્રોપ રેટિનાનું કદ સંકોચે છે. જયારે આવું થાય છે, ત્યારે દર્દી નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોવાનું શરૂ કરે છે.

કંપની અનુસાર, એક મહિના માટે આ દવાના ડોઝનો ખર્ચો લગભગ ૬ હજાર રૂપિયા થશે. યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરના નેત્ર ચિકિત્સક ડો. સ્કોટ એમ. મેકરેનીના જણાવ્યા અનુસાર, જે લોકો ચશ્માનો બોજ સહન કરી શકતા નથી તેમના માટે આ ડ્રોપ એક સારો વિકલ્પ છે.

Read About Weather here

ટ્રાયલના પરિણામો કહે છે કે, આ નવા આઈ ડ્રોપ આવા દર્દીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તે સામાન્ય પ્રકાશમાં દૂરની દ્રષ્ટિને અસર કરતી નથી અને આંખો સરળતાથી નજીકની અને દૂરની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. Vuity Eye Drop એ પ્રથમ દવા છે જેનો ઉપયોગ પ્રેસ્બાયોપિયાની સારવારમાં થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here