વેપાર માટેની સ્વતંત્રતાનો જાહેર હિત સામેનાં શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય નહીં: સુપ્રીમ

વેપાર માટેની સ્વતંત્રતાનો જાહેર હિત સામેનાં શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય નહીં: સુપ્રીમ
વેપાર માટેની સ્વતંત્રતાનો જાહેર હિત સામેનાં શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય નહીં: સુપ્રીમ

ધંધા વેપાર કરનાર નિયમો અને નિયંત્રણોને ચાતરી શકે નહીં

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રૂપમાં ઠરાવ્યું છે કે, વેપાર ધંધા માટે અંતર્ગત પ્રાપ્ત અધિકારો અને સ્વતંત્રતાનું જાહેર હિતનાં વિરોધમાં શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય નહીં. ખાનગી, વેપાર-ધંધા કરનારા, જાહેર હિતમાં ઘડાયેલા નીતિ નિયમો અને નિયંત્રણોને ચાતરી શકે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડની વડપણ હેઠળની બેન્ચે એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે, વ્યાપાર માટે જે સમાનતા અને આઝાદીનાં અધિકાર મળ્યા છે તેને હથિયાર બનાવીને નિયમોનો ભંગ કરવાનો અધિકાર મળતો નથી.

ઉદાર અર્થતંત્રનાં હવામાનમાં ઘડાયેલા નિયમોનોનું માળખું ખાનગી ક્ષેત્ર માટે કામગીરી કરવાના અને ચોક્કસ રીતે વેપાર કરવાના લોકશાહી હિતોનું પ્રતિનિધિત્વ કરે છે.

જયારે-જયારે નિયમોનું ઉલ્લંઘન થાય ત્યારે ન્યાયતંત્રનાં આંગણે સમીક્ષા થવી જોઈએ. આવું અદાલતે નિરીક્ષણ ન કરવાની હિમાયત અદાલત કરતી નથી.મધ્યપ્રદેશ સરકાર અને વેપારી વચ્ચેનાં મામલામાં મધ્યપ્રદેશ હાઇકોર્ટે આપેલા ચુકાદા વિરૂધ્ધ વેપારીએ કરેલી અપીલ સુપ્રીમે નકારી કાઢી હતી.

રાજ્ય સરકારે કોવિડ મહામારીને કારણે પીપીઈ પ્રોડક્ટની નિકાસ અટકાવી દીધી હતી. ચીન પાસેથી માલ લઈને અમેરિકા મોકલવાનો આ વેપારી પાસે કોન્ટ્રાકટ હતો. સુપ્રીમે સ્પષ્ટ ધરાવ્યું હતું કે, ખાનગી વ્યાપારી હિતો અને નાગરિકોનાં હિતો વચ્ચે સંતુલન જાળવવા માટે નિયંત્રિત અર્થતંત્રનું માળખું જરૂરી છે.

Read About Weather here

વેપાર કરવાનો મૂળભૂત અધિકાર ચોક્કસ માન્ય છે પણ પ્રજાકીય હિતોને નુકશાન થાય એ રીતે આ અધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાય નહીં.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here