વેડિંગમાં ગ્રાન્ડ એન્ટ્રી મોંઘી પડી…!

વેડિંગમાં ગ્રાન્ડ એન્ટ્રી મોંઘી પડી…!
વેડિંગમાં ગ્રાન્ડ એન્ટ્રી મોંઘી પડી…!
બંને વેડિંગ વેન્યુમાં એન્ટ્રી માટે JCBમાં બેસીને આવે છે. જોકે ત્યારે જ તેમની સાથે એવી ઘટના બને છે, જેને જોઈને કોઈને પણ હસવું આવી જાય. તો ચાલો, જાણીએ શું છે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, એમાં વર અને વધૂ JCB પર બેઠેલાં જોવા મળી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

વર અને વધૂ JCBમાં બેસીને વેડિંગ વેન્યુમાં ગ્રાન્ડ એન્ટ્રી મારી રહ્યાં હતાં. જોકે ત્યારે અચાનક જ JCBનો આગળનો ભાગ ખૂલી જતાં કપલ નીચે પડી ગયું હતું. આ જોઈને લગ્નમાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા.

આ વીડિયોને લઈને ટ્વિટર પર વિવિધ પ્રક્રારની કમેન્ટ્સ પણ લોકોએ કરી હતી.વીડિયોમાં એ વાત જોઈ શકાય છે કે લગ્નના પ્રોગ્રામમાં વર અને વધૂની લોકો રાહ જોઈ રહ્યા છે.

ત્યારે JCB પર બેસીને યુનિક સ્ટાઈલમાં બંનેની એન્ટ્રી થાય છે. વરે બ્લેક કોટ-પેન્ટ પહેર્યું છે, જ્યારે વધૂ સફેદ ડ્રેસમાં દેખાઈ રહી છે. જોકે આ દરમિયાન JCBનો આગળનો ભાગ ખૂલી જાય છે

અને કપલ ઊંચાઈ પરથી જમીન પર રાખવામાં આવેલા ટેબલ પર પડી જાય છે. આ જોઈને અહીં ઉપસ્થિત તમામ મહેમાન ચોંકી જાય છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. કેટલાક લોકોએ તો કપલના આ અલગ આઈડિયાની જ અફવા ઉડાવી. તેમનું કહેવું હતું કે લગ્નમાં આવા પ્રકારનો સ્ટન્ટ કરવો એ ખતરનાક સાબિત થઈ શકે છે. આ વીડિયોને ઘણા લોકોએ ટ્વીટ કર્યો છે.

Read About Weather here

 જોકે આ ઘટના કઈ જગ્યાની છે, એ અંગેની માહિતી મેળવી શકાઈ નથી. કેટલાક યુઝર્સને આ દૃશ્ય ખૂબ જ ફની લાગ્યું, જ્યારે કેટલાક યુઝર્સએ આ ઘટના બનવા પાછળ JCBવાળાની બેદરકારી પર સવાલ ઉઠાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here