વેક્સીન લઈએ, કોરોનાને હરાવીએ: પ્રદિપ ડવ

19
MAYOR-વેક્સીન
MAYOR-વેક્સીન

Subscribe Saurashtra Kranti here

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, યોગીધામ અને રોયલ પાર્ક ઉપાશ્રયની મુલાકાત લઈ કોરોના વેક્સીનેશન અંગે માહિતી આપતા મેયર

રાજકોટ મનપા દ્વારા લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે ગત જાન્યુઆરીથી કોરોના સામેની વેક્સીન આપવામાં આવી રહી છે. વેક્સીનેશનની આ ઝુંબેશમાં વધુ ને વધુ નાગરિકો સામેલ થાય અને કોરોના સામે સુરક્ષા ચક્ર પ્રાપ્ત કરે તે અત્યંત જરૂરી બની ગયું છે. રાજકોટ મહાનગરપાલિકા કોરોના વેક્સીનેશન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા ઘનિષ્ઠ પ્રયાસ કરી રહી છે અને લોકો તરફથી સારો સહકાર પણ પ્રાપ્ત થઇ રહયો છે. જોકે આમછતાં, વેક્સીનેશનની કામગીરીમાં શકય તેટલી વધુ ઝડપ આવે અને લોકો કોરોનાને હરાવવા સક્ષમ બને તથા આ પ્રકારે કોરોનાની ચેઈન તૂટે તેવા ઉમદા આશય સાથે તેમજ કોઈપણ જાતના ડર કે ચિંતા વગર શહેરીજનો કોરોનાની રસી લયે તે માટે મેયર ડો. પ્રદિપ ડવે પણ શહેરમાં આ માટે જનજાગૃતિ ફેલાવવા સઘન પ્રયાસો હાથ ધર્યા છે.

આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત મેયરે આજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, યોગીધામ અને રોયલ પાર્ક ઉપાશ્રયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પૂ. સંત અપૂર્વ મૂનિ સ્વામી, યોગીધામ ખાતે પૂ. સંત ત્યાગવલ્લભ સ્વામી, પૂ. પ્રેમ સ્વામી, સંત વલ્લભ સ્વામી તથા સંજયભાઈ ટાંક અને રોયલ પાર્ક ઉપાશ્રય ખાતે અગ્રણી જૈન ચંદ્રકાંતભાઈ શેઠ સાથે કોરોના વેક્સીનેશન અંગે વિચારવિમર્શ કરી આ મહત્તમ અનુયાયીઓ શકય તેટલી ઝડપથી કોરોના રસી લઇ લે તે માટે તેઓને પ્રેરિત કરવા અપીલ કરી હતી.

Read About Weather here

આ અવસરે આ ત્રણેય સ્થળોએ કોરોના રસી અંગે જનજાગૃતિ સૂચક બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. વોર્ડ નં.10માં રોયલ પાર્ક આવેલ ઉપાશ્રય ખાતે પૂ.નમ્રમુનિ સ્વામી, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, આરોગ્ય કમિટી ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયા, અને કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, ચેતનભાઈ સુરેજા, ઉપસ્થિત રહ્યા હતા.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here