મહારાષ્ટ્રમાં ભારે સનસનાટી અને ચર્ચા જગાવી ઘટના; મુંબઇ હાઇકોર્ટમાં ધા નાખતો પિતા: કોવિશીલ્ડ લીધા બાદ પોતાની તબીબી પુત્રીનું આડઅસરથી મૃત્યુ થયાનો ગંભીર આક્ષેપ: કેન્દ્ર તથા રાજય સરકારો અને શીરમ કંપની પર રૂ.1 હજાર કરોડના વળતરનો દાવો દાખલ કર્યો
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ એક તબીબ યુવતીનું મૃત્યુ થતા પિતાએ મુંબઇ હાઇકોર્ટમાં વડતર માટે ધા નાખી છે. કેન્દ્ર તથા રાજય સરકારો અને કોવિડ વેક્સિન બનાવનાર પુણેની સીરમ ઇન્ટ્રીકયુડ કંપની પર મૃતક તબીબના પિતાએ રૂ.1 હજાર કરોડના વળતરનો દાવો દાખલ કર્યો છે. આ ઘટનાએ સમગ્ર મહારાષ્ટ્રમાં ચર્ચા જગાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
ઔરંગાબાદના રહેવાસી દિલીપ ગુણાવતે મુંબઇ હાઇકોર્ટમાં દાવો દાખલ કરીને અરજ કરી છે કે, મારી દિકરી સ્નેહલ તબીબ હતી અને નાસીકની ડેન્ટલ કોલેજ તથા હોસ્પિટલમાં સિનીયર પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહી હતી. સ્નેહલને એવી ખાત્રી આપવામાં આવી હતી કે, કોવિશીલ્ડ રસી એકદમ સુરક્ષીત છે અને તેનાથી કોઇ જોખમ નથી કે શરીરને કોઇ હાની થશે નહીં. સ્નેહલને વેક્સિન લેવાની ફરજ પાડવામાં આવી હતી. આરોગ્ય કર્મી હોવાથી મારી દિકરીને વેક્સિન લેવી પડી હતી.
Read About Weather here
દુ:ખી પિતાએ હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે, મારી દિકરી સ્નેહલે 28 જાન્યુઆરી 2021નાં રોજ કોવિશીલ્ડ વેક્સિન લીધી હતી અને આડઅસરો થવાને કારણે 1 માર્ચ 2021નાં રોજ તેનું મૃત્યુ થયું હતું. તેમણે હાઇકોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે, વેક્સિનની ગંભીર આડઅસરોને કારણે મારી દિકરીનું મૃત્યુ થયું છે. એટલે મારી દિકરીને ન્યાય અપાવવા અને બિજા અનેક લોકોનો જાન બચાવવા માટે હું દાવો દાખલ કરી રહયો છે. મારી દિકરી જેવા અનેક આરોગ્ય કર્મીઓને ખોટું કહીને વેક્સિન લેવાની ફરજ પાડવામાં આવે છેે. અરજદારે રૂ.1 હજાર કરોડનું વળતર આપવાની માંગણી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here