ખડણીના ગુનામાં જામીન ઉપર છૂટી મુખ્ય આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી દંપતી પર ખુની હુમલો કર્યો’તો
શહેરના કુવાડવા રોડ પર ફાળદંગમાં રહેતાં પટેલ વૃધ્ધનું અપહરણ કરી ખંડણી વસુલનારા આરોપી શિવરાજ ઉર્ફ શિવકુ વાળાએ આ ગુનામાં જામીન પર છુટ્યા બાદ ફરીથી પટેલ વૃધ્ધ વલ્લભભાઇ ભગવાનભાઇ ખુંટના ઘરમાં ઘુસી સાગ્રીતો સાથે મળી તેમના પર ધોકા-પાઇપથી હુમલો કરી હાથ પગ ભાંગી નાંખી
હત્યાનો પ્રયાસ કર્યો હતો અને વૃધ્ધના પત્નિને પણ માર માર્યો હતો. આ ગુનામાં કુવાડવા રોડ પોલીસે બે આરોપી મહિપત વજાભાઇ ચાવડા (ઉ.૩૬-રહે. ડેરોઇ તા. રાજકોટ) અને મોઇન સતારભાઇ ચૌહાણ (ઉ.૨૧-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર)ની ધરપકડ કરી છે.
કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જી. રોહડીયા અને હેડકોન્સ. અરવિંદભાઇ ડી. મકવાણાની બાતમી પરથી પકડી લીધા છે.હાલ જે ગુનો દાખલ થયો તેમાં સુત્રધાર શિવરાજ ઉર્ફ શિવકુ વાળા સાથે મહિપતનું પણ નામ હતું.
મહિપત અને મોઇન બનાવ બાદ રખડતા ભટકતા છુપાતાં રહેતાં હતાં. ગઇકાલે કુવાડવા પોલીસની હદમાં આવ્યાની માહિતી પરથી ઉઠાવી લેવાયા હતાં. શિવરાજ ઉર્ફ શિવકુની શોધખોળ યથાવત છે.
પકડાયેલામાં મોઇન વિરૂધ્ધ અગાઉ મારમારી, હત્યાની કોશિષ અને ફરજમાં રૂકાવટના ત્રણ ગુના તથા મહિપત વિરૂધ્ધ દારૂના બે ગુના નોંધાઇ ચુકયા છે. સીપી, જેસીપી, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી સહિતની ટીમ જોડાઈ હતી.