વીજ વિભાગની ઝુંબેશ પુરજોશમાં: આજી ઇન્ડ્રટીઝ ઝોનમાંથી 45 લાખની વીજચોરી પકડી

રાજકોટ : સિટી બસ એજન્સીને રૂ. 1.60 લાખનો દંડ
રાજકોટ : સિટી બસ એજન્સીને રૂ. 1.60 લાખનો દંડ
છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલની ટીમો દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દરોડા પાડીને લાખો કરોડોની વીજ ચોરી પકડવામાં આવી છે. હજુ પણ વીજ કંપનીની આ ઝુંબેશ યથાવત જ છે. શહેરમાં તો ઠીક પણ ગામડામાં પણ ચેકિંગ શરૂ કરાયું છે. ત્યારે ગઇકાલે રાત્રે વીજ કંપનીના કર્મચારી નાયબ ઇજનેર પી.એન.કગથરા તથા જે.આર. મારડીયા સહિતના સ્ટાફે રાત્રે 12 વાગ્યાની અરસામાં પીજીવીસીએલ શહેર ઝોન-1 રાજકોટ હેઠળના આજી ઇન્ડ્રસ્ટ્રીસ  સબ ડિવિઝનના વિસ્તાર આરતી ઇન્ડ્રટીઝ વિસ્તારમાં આવેલ ઈમીટેશનના કારખાનામાં સખીયા જયેન્દ્રભાઇ અરજણભાઇ તથા ધીરજલાલ અરજણભાઇ સખીયાના કારખાનામાં આવેલ વીજ જોડાણ ચેક કરતા કુલ 26.96 કેવી અને 18.14 કેવીનો લોડ જોડાયેલો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વીજતંત્રની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરતા બંને વીજ જોડાણોમાં મેઇન સર્વિસમાંથી ટેપીંગ કરી સીધો જ લોડસાઇટ જોડી મીટર બાયપાસ કરી વીજચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા. આમ વીજ વપરાશ હોવા છતાં મીટરમાં વપરાશ નોંધાય નહીં તેવી રીતે ગેરરીતીમાં પકડાયેલ બંને ગ્રાહકોને અંદાજે રૂ.27.લાખ અને રૂ.18 લાખ એમ કુલ રૂ.45 લાખનું વીજચોરીનું પૂરવણી બીલ આપવામાં આવેલ હતું.

Read About Weather here

રાત્રે જ વિજ ચેકિંગ કરતા અનેક વીજચોરોને સુતા ઝડપી લેવામાં આવ્યા હતા.(4.10)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here