વીજ ગ્રાહકો માથે વર્ષે વધારાના રૂ.1,440 કરોડનો બોજો

વીજ ગ્રાહકો માથે વર્ષે વધારાના રૂ.1,440 કરોડનો બોજો
વીજ ગ્રાહકો માથે વર્ષે વધારાના રૂ.1,440 કરોડનો બોજો

કેન્દ્ર સરકાર ગુજરાતને સબસિડાઈઝ ગેસ આપે તો આ ભારણથી ગ્રાહકો બચી શકે

વીજ ગ્રાહકો માથે વર્ષે વધારાનાં રૂ.1,440 કરોડનો બોજો પડી રહ્યો છે જો કે, કેન્દ્ર સરકાર ગુજરાતને સબસિડાઈઝ ગેસ આપે તો આ ભારણથી ગ્રાહકો બચી શકે એમ છે. ગુજરાતમાં તમારે અને મારે વીજળીના વધુ ભાવો વિવિધ કારણોસર ભોગવવા પડે છે.આ કારણો પૈકીનું આ એક કારણ તો તમારે જાણી જ લેવું જોઈએ. જેમાં તમારો કશો જ વાંક ન હોવાં છતાં તમે આર્થિક નુકસાની સહન કરી રહ્યા છો ! ગુજરાતમાં ગેસ આધારિત વીજ મથકો છેલ્લાં એક વર્ષ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં છે! કારણ કે,આ વીજ મથકોને ગેસનો ઉંચો ભાવ પોસાતો નથી અને સસ્તો ગેસ ઉપલબ્ધ નથી.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં જીસેક હેઠળનાં સરકારી વીજ મથકો, રાજય સરકારની કંપનીઓનાં વીજ મથકો અને કેન્દ્રીય સાહસોના એકમો મળી કુલ 2,598 મેગાવોટ ક્ષમતાના ગેસ આધારિત વીજ મથકો છે. ૠઞટગક એ વીજળી મેળવવા આ તમામ વીજ મથકો સાથે પીપીપી અંતર્ગત લાંબા ગાળાના ખરીદી કરારો કર્યા છે. કરારની શરતો એવી છે કે, કોઈ કારણસર જો આ મથકો પાસેથી વીજળી ખરીદવામાં ન આવે તેવા સમયે પણ ૠઞટગક એ આ વીજ મથકોને દર મહિને આશરે રૂ.120 કરોડ એટલે કે વર્ષે રૂ.1,440 કરોડ ફિકસડ કોસ્ટ પેટે આપવા જ પડે. આ વધારાનું ભારણ લેખાય.

Read About Weather here

આ બોજો સરવાળે તો પ્રમાણિક વીજ ગ્રાહકો પાસેથી જ સરકાર વસૂલે છે. વીજ ઉત્પાદન માટે છગકૠ એટલે કે રિગેસિફાઈડ નેચરલ લિકવિડ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગેસનો ભાવ હાલ ઉંચો છે.જો આ ગેસથી વીજ ઉત્પાદન કરવામાં આવે તો વીજળી વધુ મોંઘી પડે તેથી આ ગેસ આધારિત વીજ મથકો હાલ બંધ રાખવામાં આવ્યા છે.

અગાઉ રૂ.4.15 ના ભાવે પ્રતિ યુનિટ વીજળી પેદા કરી શકાઈ હતી
ગુજરાત સરકારે ભારત સરકાર પાસેથી સબસિડાઈઝ ગેસ મેળવવો જોઈએ. જેથી આ વીજ મથકો ચાલુ કરી શકાય. વીજ ઉત્પાદન પણ વધારી શકાય અને ફિકસડ કોસ્ટ પેટે ચૂકવવા પડતાં રૂ. 1,440 કરોડ પણ બચાવી શકાય. ભૂતકાળમાં 2016 અને 2017 માં આવું જ બનેલું. ત્યારે આ રીતે ગેસનાં ભાવ ઉંચા જતાં કેન્દ્ર સરકારે ગુજરાતને સસ્તો સબસિડાઈઝ ગેસ આપ્યો હતો.જેથી ગુજરાતમાં રૂ. 4.15 ના ભાવે પ્રતિ યુનિટ વીજળી પેદા કરી શકાઈ હતી.આ ફોર્મ્યુલાનો ઉપયોગ હાલ પણ કરી શકાય એમ જાણકારો માની રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here