વીજદરમાં સમાનતા લાવવા અને ખેડૂતોના પ્રશ્ર્નો-સમસ્યાઓ નિવારવાની માંગણી સાથે આજે રાજકોટ કલેકટર કચેરીએ ધરણા યોજીને કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર મોકલવામાં આવ્યું છે. જો ખેડૂતોના હિતાર્થે યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો આંદોલન છેડવાની ચીમકી પણ આપવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં કિશાનોને વીજ પુરવઠો હોર્સપાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે. જેમાં બંનેના વીજદરમાં તફાવત છે. જેથી વીજ મીટર આધારિત ખેડૂતોને નુકશાની જાય છે. જેથી મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સપાવર આધારિત ભાવથી જ વીજ પુરવઠો આપી સમાનતા લાવવા અને સ્થાનિક પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા સરકાર સમક્ષ માંગણી છે.
Visit Saurashtra Kranti Homepage here
મીટર આધારિત વીજદર અને હોર્સપાવર આધારિત વીજદરમાં સમાનતા લાવવા વધુમાં જણાવ્યું છે કે, મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહિને ભરાશે. ફિક્ષ ચાર્જમાં રાહત આપવા અને સ્વૈછિક લોડ વધારાની સ્કીમ લાવવા માંગણી છે. બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે. કિશાન સૂર્યોદય યોજનાને (દિવસે વીજળી) તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવો જોઈએ. સ્કાય યોજના ફરીથી લાગુ કરવા, રોઝ-ભૂંડ અને આખલાઓથી પાકને રક્ષણ આપવા અને ખેતીવાડીને લગતી દરેક વસ્તુ પરથી જીએસટી હટાવવા માંગણી છે.
Read About Weather here
આ તકે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લાના આગેવાનો દિલીપભાઈ સખીયા, પીમણવર વી. ભરતભાઈ પીપળીયા, મનોજ ડોબરિયા, લક્ષ્મણભાઈ શિંગાળા, માધુભાઈ પાંભર, બચુભાઈ ધામી, શૈલેશભાઈ સીદપરા તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. અને માંગણી પૂર્ણ કરવામાં નહિ આવે ભારતીય કિસાન સંઘને અંદોલનના માર્ગે જવું પડશે. તેવી ચીમકી આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here