વિશ્વની સૌથી લાંબી કાર…!

વિશ્વની સૌથી લાંબી કાર...!
વિશ્વની સૌથી લાંબી કાર...!

આજે અમે તમને એવી જ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શા માટે બનાવવામાં આવી છે આ વિશે વિચારીને લોકો હસી પડે છે. કારણ કે અન્‍ય કારની સરખામણીમાં આ કાર ખૂબ જ વિચિત્ર અને અલગ લાગે છે, પરંતુ તેમ છતાં લોકો તેને ખરીદવાનું પસંદ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

દુનિયાના દરેક વ્‍યક્‍તિનું સપનું હોય છે કે તેની પોતાની એક કાર હોય, જેમાં તે પરિવાર સાથે બેસીને મુસાફરી કરી શકે. આવી સ્‍થિતિમાં, ઘણી કંપનીઓ બજારમાં ખૂબ જ સસ્‍તી કાર લાવી છે,

જેથી લોકોના સપના પૂરા થઈ શકે, પરંતુ આ દરમિયાન ઘણી કંપનીઓએ કંઈક અલગ કરવાની પ્રક્રિયામાં એવી વિચિત્ર કાર બનાવી છે, જેને જોઈને લોકો ચોંકી જાય છે.

આજની દુનિયામાં એવી સ્‍થિતિ બની ગઈ છે કે જો કોઈની પાસે મોંઘી કાર હોય તો તે વ્‍યક્‍તિનું સ્‍ટેટસ મોટું હોય છે. તમે રસ્‍તા પર લક્‍ઝરી અને ફાસ્‍ટ કાર તો ઘણી વખત જોઈ હશે, પરંતુ શું તમે ક્‍યારેય એવી કાર વિશે સાંભળ્‍યું છે,

જેમાં હેલિપેડથી લઈને સ્‍વિમિંગ પૂલ સુધીની સુવિધાઓ ઉપલબ્‍ધ હોય! જો નહીં, તો આજે અમે તમને એક એવી જ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં આ બધી સુવિધાઓ ઉપલબ્‍ધ છે.

અમે વાત કરી રહ્યા છીએ ‘ધ અમેરિકન ડ્રીમ’ નામની પ્રખ્‍યાત લેમોઝિન વિશે, આ કાર વિશ્વની સૌથી લાંબી કાર હોવાનો રેકોર્ડ ધરાવે છે. આ કારની લંબાઈ ૧૦૦ ફૂટ છે.

તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે આ કાર ૧૦ માળની ઈમારત જેટલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કાર કોઈ કંપનીએ નહીં, પરંતુ ફિલ્‍મ માટે વાહનોના જાણીતા ડિઝાઈનર જે ઓરબર્ગે ડિઝાઈન કરી છે.

૨૬ ટાયરવાળી આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બંને બાજુથી ચલાવી શકાય છે. ડિઝાઇનર ઓરબર્ગે આ કારને ૧૯૮૦માં ડિઝાઇન કરી હતી અને તેની ડિઝાઇન વર્ષ ૧૯૯૨માં સાચી પડી હતી.

કારની ડિઝાઇન ૧૯૭૬ની કેડિલેક એલ્‍ડોરાડો લિમોઝીન પર આધારિત હતી. આ કારને સ્‍પીડ આપવા માટે તેમાં આઠ એન્‍જિન લગાવવામાં આવ્‍યા હતા. કારમાં સ્‍વિમિંગ પૂલ, જેકુઝી, બાથ ટબ, નાનો ગોલ્‍ફ કોર્સ, કેટલાય ટીવી, ફ્રીજ, ટેલિફોન તેમજ હેલિપેડ હતા.

આ કારની ટોચ પર એક હેલિપેડ પણ બનાવવામાં આવ્‍યું છે, જેના પર હેલિકોપ્‍ટર આરામથી લેન્‍ડિંગની સાથે ટેકઓફ પણ કરી શકે છે.આ કારમાં ૭૦ લોકો બેસી શકે છે. આ અનોખી કાર ફિલ્‍મોમાં ઉપયોગ કરવાના ઈરાદાથી બનાવવામાં આવી હતી.

Read About Weather here

જે તે સમયે ૧૪,૪ હજાર રૂપિયા પ્રતિ કલાકના દરે ભાડે આપવામાં આવતી હતી, પરંતુ બાદમાં આ કારનો ટ્રેન્‍ડ ફિલ્‍મોમાં ઘટ્‍યો હતો, જેના કારણે તેને કબાદમાં વેચી નાખી હતી, એક કાર મ્‍યુઝિયમે આ જંકબાદમાંથી કાર ખરીદી હતી. અને હવે તેણે કારના રિપેરિંગનું કામ શરૂ કરી દીધું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here