વિશ્ર્વ શાંતિનો સંયુક્ત સંકલ્પ કરતા બે મહાબલી નેતાઓ

વિશ્ર્વ શાંતિનો સંયુક્ત સંકલ્પ કરતા બે મહાબલી નેતાઓ
વિશ્ર્વ શાંતિનો સંયુક્ત સંકલ્પ કરતા બે મહાબલી નેતાઓ

વ્હાઈટ હાઉસમાં અમેરિકી પ્રમુખ બાઈડન સાથે વડાપ્રધાન મોદીની પ્રથમ સીધી શિખર બેઠક
આતંકવાદ સામે નક્કર અભિયાન માટે વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહીનાં મહાનુભાવો સંમત

વિશ્ર્વ શાંતિની રક્ષા કરવા અને આતંકવાદ સહિતનાં પડકારોનો મજબુતીથી સાથે મળીને સામનો કરવાનો મક્કમ નિર્ધાર ભારત અને અમેરિકાએ વ્યક્ત કર્યો હતો. વિશ્ર્વ માટે નવો સંદેશો આપવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડન સાથે પ્રથમ સીધી શિખર મંત્રણાઓ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

90 મિનીટની આ ફળદાયી ચર્ચા વિચારણા સાથે વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી જૂની બે લોકશાહીનાં મહાનુભાવોએ સંબંધોનો નવો આયામ શરૂ કર્યો હતો. વિશ્ર્વ માટે પડકાર રૂપ બનેલા આતંકવાદ સહિતની સમસ્યાઓનો નક્કર સામનો સાથે મળીને કરવા માટે બંને મહાબલી નેતાઓએ દૃઢ સંકલ્પ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ બાઈડન સાથેની બેઠક અદ્દભુત ગણાવી હતી અને જણાવ્યું હતું કે બાઈડન વિશ્ર્વનાં મુદ્દાઓ પર જે પ્રકારે નેતૃત્વ કરી રહ્યા છે એ પ્રશંસનીય છે. કોવિડ, જળવાયુ પરિવર્તન તથા આતંકવાદ જેવા પડકારોને પહોંચી વળવા બંને દેશોએ વધુ સહયોગ સાધવા વિશે ચર્ચા વિચારણા કરી હતી.

લોકશાહી મુલ્યોનાં જતન અને સમાન વ્યુહાત્મક હિતોની જાળવણી માટે સર્વગ્રાહી વિશ્ર્વ વ્યાપી વ્યુહાત્મક ભાગીદારી કરવા પર બંને મહાનુભાવોએ ભાર મુક્યો હતો. બંને નેતાઓ ખૂબ જ ઉષ્મા સાથે એકબીજાને મળ્યા હતા. મુલાકાત ખૂબ જ ફળદાયી રહી હોવાનું વિદેશ ખાતાનાં સુત્રોએ જણાવ્યું હતું.

વિશ્ર્વ સામેનાં અનેક મુદ્દાઓ પર બંને નેતાઓએ વિચારોની આપ-લે કરી હતી. મોદીએ કોરોનાની બીજી લહેર દરમિયાન અમેરિકાએ કરેલી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ બાઈડને કોરોના કાળમાં વિશ્ર્વને દવાઓ અને વેક્સિન પુરા પાડવા બદલ ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી. કોરોના મહામારી કાબુમાં લેવાના ભારત સરકારનાં પ્રયાસો અને અભિગમથી બાઈડન ખૂબ પ્રભાવિત થયા હતા.

Read About Weather here

બંને દેશોએ વ્યક્તિગત આઝાદી, માનવ અધિકારો અને ખુલ્લાપણાનાં મુલ્યોની રક્ષા કરવાનું નિર્ધાર વ્યક્ત કર્યું હતું. બાઈડને એક તબક્કે ચર્ચા દરમ્યાન ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં મુલ્યોને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, વિશ્ર્વ સમાજે ગાંધીજીનાં મુલ્યોને યાદ રાખવા જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here