વિશ્ર્વમાં કાર્બન ઉત્સર્જન વધતા ભારતનાં 11 શહેરો પર ખતરો

વિશ્ર્વમાં કાર્બન ઉત્સર્જન વધતા ભારતનાં 11 શહેરો પર ખતરો
વિશ્ર્વમાં કાર્બન ઉત્સર્જન વધતા ભારતનાં 11 શહેરો પર ખતરો

બિહાર, બંગાળ, ઓરિસ્સા, યુ.પી, પંજાબ જેવા રાજ્યોને ઘાતક અસરોની વકી; કૃષિ ઉત્પાદનને મોટો ફટકો પડવાની સંભાવના, મત્સ્ય ઉદ્યોગને પણ ગંભીર હાની

હવામાં સતત કાર્બનનાં ઉત્સર્જન અને તેના પગલે વાયુ મંડળનાં થતા અણધાર્યા ફેરફારોને કારણે ભારતનાં 11 જેટલા શહેરોનાં હવામાન અને કૃષિ પર ખૂબ જ ગંભીર અસરો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અન્ન ઉત્પાદનને ગંભીર ફટકો પડવાની શક્યતા છે. યુનોની એક પર્યાવરણ સંસ્થાનાં અભ્યાસ અહેવાલમાં એવું ચોંકાવનાંરૂ તારણ અપાયું છે કે, હવામાનમાં પ્રતિકુળ ફેરફારોને કારણે પુર અને દુષ્કાળની ગંભીર કુદરતી આફતો સૌથી વધુ ભારત અને પાકિસ્તાન જેવા દેશોમાં સર્જાઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

યુનોનાં આઈપીસીસી કાર્યકારી જૂથનાં ક્લાઈમેટ 2022 અંગેનાં અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કાર્બન ઉત્સર્જનથી હવામાનમાં ઓચિંતા ફેરફારો થઇ રહ્યા છે. જેના કારણે એશિયાની કૃષિ અને અન્ન સિસ્ટમ ખોરવાઈ જવાની ભીતિ રહે છે. બદલતા હવામાનની સાથે આ વિસ્તારોમાં ખેતી અને માછીમારી ઉદ્યોગ પર વધુને વધુ પ્રતિકુળ અસરો સર્જાતી રહેશે.

અહેવાલ ઉમેરે છે કે, દક્ષિણ એશિયામાં અત્યંત અનિશ્ર્ચિત હવામાનની તરાહને કારણે અન્ન સુરક્ષા ભયમાં મુકાઇ છે. કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતા ભારત અને પાકિસ્તાન જેવા દેશોને પર્યાવરણ ફેરફારોથી સૌથી વધુ સહન કરવું પડશે. કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ભારતનાં 11 રાજ્યો ઓરિસ્સા, આસામ, મેઘાલય, ત્રિપુરા, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઉતરપ્રદેશ, હરિયાણા અને પંજાબને સૌથી વધુ ગંભીર અસરો થવાની સંભાવના છે. આ રાજ્યોમાં એક તરફથી તાપમાન વધી જવાનો ડર છે તો બીજતરફ કૃષિ અને માછીમારીને મોટો ફટકો પડવાની પણ ભીતિ છે. આ રાજ્યોનું સરેરાશ તાપમાન મહત્તમ 30 થી 31 ડિગ્રી રહેવાનો ડર છે. જેની સીધી અસર કૃષિ ઉત્પાદન પર થશે અને અનાજની સુરક્ષા ભયમાં મુકાશે. સમગ્ર દક્ષિણ એશિયા અને અગ્નિ એશિયામાં આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.

Read About Weather here

આ અહેવાલમાં એવી અમંગલ આગાહી થઇ છે કે, પર્યાવરણીય સમસ્યાને કારણે ભારતમાં આવનારા વર્ષોમાં ચોખાનાં ઉત્પાદનમાં 10 થી 30 ટકા જેવો ભારે ઘટાડો થઇ શકે છે. તાપમાન વધવાને કારણે આ સ્થિતિ સર્જાવાનો ડર છે. કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવાના યુધ્ધનાં ધોરણે પગલા નહીં લેવાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. મકાઈનાં ઉત્પાદનમાં તો 30 થી 75 ટકાનો ઘટાડો થવાનો ડર છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here