‘ફાટકમુકત રાજકોટ’ ના રાજય સરકારના સંકલ્પ
પી.ડી.એમ. કોલેજ અને રાજકમલ પેટ્રોલ પંપ સામેના રેલવે ફાટક ખાતે બ્રિજના પ્લાનિંગનો અભ્યાસ અહેવાલ તૈયાર કરવા અધિકારીઓને સૂચના
ફાટકમુક્ત રાજકોટના રાજ્ય સરકારના સંકલ્પ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તે રેલવે ફાટક ખાતે ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવવા અંગે આયોજન કરવામાં આવી રહયા છે
Visit Saurashtra Kranti Homepage here
તે અનુસંધાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજરોજ સવારે ઢેબરભાઈ રોડ પર પી.ડી.એમ. કોલેજ સામેના રેલ્વે ફાટક, અટિકા વિસ્તારના રેલ્વે ફાટક અને રાજકમલ પેટ્રોલ પમ્પ સામેના રેલ્વે ફાટકની સ્થળ મુલાકાત કરી હતી.
આ મુલાકાત અંગે મ્યુનિ. કમિશનરએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં હાલમાં જે જે સ્થળોએ રેલ્વે ફાટક કાર્યરત્ત છે.ત્યાં ટ્રાફિકના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે નવા ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરવામાં આવી રહયો છે.
હાલના તબક્કે પી.ડી.એમ. કોલેજ સામેના રેલ્વે ફાટક ખાતે અને રાજકમલ પેટ્રોલ પમ્પ સામેના રેલ્વે ફાટક ખાતે ક્યા પ્રકારના બ્રિજનું પ્લાનિંગ સંભવ છે તેનો અભ્યાસ અહેવાલ તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.
Read About Weather here
મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એડી. ટી.પી.ઓ. એમ.ડી.સાગઠિયા, સિટી એન્જી. એચ. એમ. કોટક, અને પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, એ.ટી.પી. અઢિયા, વગેરે હાજર રહયા હતાં.(6.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here