શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલ રાજકોટની ખ્યાત નામ એમએસકે જવેલર્સ પેઢીના ભાગીદારો દ્વારા વિવિધ નામે અલગ અલગ પેઢીમાં વેપારીઓના લાખો કરોડો રૂપિયા પેઢીમાં ભાગીદાર બનાવવા લલચાવી ફોસલાવી ઘણા લોકોના રૂપિયા મેળવી આ રકમ પરત ન આપી ગેર કાયદેસર ગુનાહિત વિશ્ર્વાસઘાત કરી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી ભાગી ગયેલ હોય તેવી ફરિયાદ વિનોભાઈ પરષોત્તમભાઈ ખોયાણી તથા છેતરપીંડીનો ભોગ બનનાર લોકોએ નોંધાવી હતી. જે અનુસંધાને આરોપીઓ ભાગતા ફરતા હોય તેમજ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જમીન અરજી કરેલ જે નામંજુર કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
શૈલેશભાઈ કેરાડીયા, કિશોરભાઈ કેરાડીયા, મહેશભાઈ કેરાડીયા, મોહિતભાઈ કેરાડીયા, કેયુરભાઈ કેરાડીયા, મયુરભાઈ લીંબાસીયા વગેરેએ સાથે મળી એક સંપ થઇ ગુનાહિત કાવતરું રચી એમએસકે જવેલર્સ, ક્રિષ્ના સિલ્વર, ક્રિષ્ના ઓર્નામેન્ટસ, આરએમપી સિલ્વર જેવી બોગસ પેઢીઓ ઉભી કરી તેમાં ભાગીદાર બનવવાની લાલચ આપી પ્રથમ 20 લાખ રોકડા લઈ ત્યાર બાદ ચેક થી રકમ રૂ.30 લાખ એમ કુલ 50 લાખ જેવી માતબર રકમ મેળવી ભાગી ગયા હતા અને ફરિયાદીને વાયદાઓ કરી રકમ આપી નહોતી. છેલ્લે ફરિયાદીની દીકરીના લગ્ન પ્રસંગ પહેલા 20 લાખ આપશે તેવી વાત કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયેલા. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા સેસન્સ કોર્ટમાં આરોપીઓએ ધરપકડથી બચવા આગોતરા જમીન અરજી કરી હતી.
જેમાં ફરિયાદીના વકીલ દ્વારા વાંધા રજુ કરવામાં આવેલ તેમજ સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે, આરોપીઓનો સમગ્ર કોભાંડમાં મુખ્ય રોલ છે, તેમજ ક્રિષ્ના ભાગીદારી પેઢીના આરોપીઓ ભાગીદાર છે તેમજ તપાસ ચાલુ છે તેમજ આરોપીઓ પ્રથમથી જ ગુન્હામાં સંડોવાયેલા છે.મૂળ ફરિયાદીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે, આ આરોપીની પોલીસ કસ્ટડી ખુબ મહવની અને જરૂરી છે ખુબ મોટું કોભાંડ છે તેથી તપાસમાં આરોપીઓની હાજરી જરૂરી છે તેમજ બધાએ સાથે મળી અલગ અલગ કંપનીઓ થકી ખોટો આભાસ ઉભો કરી લોકોને વિશ્ર્વાસમાં લઇ ખુબ મોટા પ્રમાણમાં છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરી કરોડોનું ફૂલેકું ફેરવેલ છે જે હકીકત જોતા આરોપીઓને આગોતરા જમીન આપી શકાય નહીં. તેમજ આરોપીઓ ઘણા લાંબા સમયથી ભાગતા ફરે છે
Read About Weather here
તથા ફરિયાદીની રકમ ક્યાં અને કોને આપેલ છે તેની પણ તપાસ કરવી જરૂરી છે જેથી આરોપીઓની આગોતરા અરજી નામંજુર કરવા અરજ કરેલ. ઉપરોક્ત તમામ રજૂઆત તેમજ બન્ને પક્ષકારોના વકીલોની દલીલ તથા દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ રાજકોટના એડી.સેસન્સ જજ દ્વારા આરોપી કિશોરભાઈ કેરાડીયા, મહેશભાઈ કેરાડીયા તથા મોહિત કેરાદીયાની આગોતરા જામીન અરજી નામંજુર કરી છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ અતુલભાઈ જોશી તથા મૂળ ફરિયાદી વતી પી. એમ. શાહ લો ફર્મના એડવોકેટ પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીતેશભાઈ કથીરિયા, નિવિદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર, રાજેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ સોલંકી, કિશનભાઈ ચાવડા, જિગ્નેશભાઈ ચાવડા, પરાગભાઈ લોલારિયા રોકાયેલા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here