એકેડમી મોશન ઓફ પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ (ઓસ્કર)એ વિલ સ્મિથ પર શુક્રવારે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઓસ્કર સેરેમની દરમિયાન હોલિવૂડ એક્ટર વિલ સ્મિથને કોમેડિયન ક્રિસ રૉકને લાફો મારવાનું ભારે પડી ગયું છે. આ નિર્ણય પછી વિલ આવનાર 10 વર્ષ સુધી ઓસ્કરના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે.એકેડમીના અધ્યક્ષ ડેવિડ રૂબિને જણાવ્યું કે, આ વર્ષે ઓસ્કર સેરેમની દરમિયાન સ્ટેજ પર ક્રિસ રોકને લાફો મારવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
બોર્ડ ઓફ ગવર્નર્સે પણ આ નિર્ણય પર પોતાની સહમતિ દર્શાવી છે. ડેવિડે કહ્યું કે, ઘટના પછી વિલને હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં બેસવાની મંજૂરી આપવામાં આવી અને તેને એવોર્ડ પણ આપવામાં આવ્યો, જેના પછી એકેડમીની ટીકા થવા લાગી હતી.27 માર્ચે લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ડોલ્બી થિયેટરમાં 94મા ઓસ્કર એવોર્ડ સેરેમની યોજાઈ હતી. આ દરમિયાન સ્ટેજ પર કોમેડિયન ક્રિસ રૉકે એક્ટર વિલ સ્મિથની પત્ની જેડા પિન્કેટની બીમારીની મજાક ઉડાવી હતી.
પત્નીની આ રીતે મજાક થતાં વિલ ગુસ્સે થયો હતો અને ચાલુ શોમાં ક્રિસને તમાચો મારી દીધો હતો. વિલે ક્રિસને ચેતવણી આપતા કહ્યું કે મારી પત્નીનું નામ ક્યારે પણ લેતો નહીં.પ્રેઝેન્ટર ક્રિસે વિલની પત્નીના વાળ પર કમેન્ટ કરી હતી. પિન્કેટે બીમારીના કારણે વાળની મજાક ઉડાવી હતી. હકીકતમાં તે એલોપીસિયા (માથામાં ઉંદરી થવી, એક જાતની બીમારી)થી પીડિત છે, જેના કારણે તેને વાળ કઢાવી નાખવા પડ્યા હતા.
Read About Weather here
વિલે રાજીનામા પછી પોતાના નિદેનમાં કહ્યું, હું મારા વર્તન માટે દરેક પ્રકારનું પરિણામ સ્વીકારવા તૈયાર છું. 94મા ઓસ્કરમાં મેં જે કર્યું તે ખૂબ જ શરમજનક અને આઘાતજનક હતું. રાજીનામું આપતી વેળા એક્ટરે એવું પણ કહ્યું કે બોર્ડ જે પણ નિર્ણય લેશે તે મને સ્વીકાર્ય રહેશે.કોમેડિયનને લાફો માર્યા પછી વિલે 29 માર્ચના રોજ મોશન પિક્ચર ઓફ એકેડમીમાંથી રાજીનામું આપી દીધું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here