આ દરમિયાન ઈન્ડિયન ઓપનર વચ્ચે 80 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી, જોકે ત્યારપછી ગિલ-પુજારા અને વિરાટ બેક ટુ બેક પેવેલિયન ભેગા થતા ઈન્ડિયન ટીમને ફટકો પડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટની વિકેટ બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મેચમાં ટોસ જીતી કેપ્ટન કોહલીએ બેટિંગ પસંદ કરી હતી. તેવામાં વિરાટ કોહલીના બેટની ઈનસાઈડ એડ્જ લીધા પછી બોલ પેડ પર વાગ્યો હોવા છતા તેને LBW આઉટ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઈનિંગની 30મી ઓવર કરવા માટે કીવી ટીમનો ખેલાડી એજાઝ પટેલ બોલિંગ કરવા આવ્યો હતો. તેણે આ ઓવરના બીજા બોલ પર ચેતેશ્વર પુજારાને ક્લિન બોલ્ડ કર્યો હતો અને ત્યારપછી છેલ્લા બોલ પર વિરાટની વિકેટ લેતા વિવાદ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી ડિફેન્ડ કરવા ગયો હતો, ત્યારે તેની વિરૂદ્ધ કીવી ટીમે LBW અપિલ કરી હતી. જેને ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ આઉટ આપી દેતા વિરાટે DRSની સહાય લીધી હતી.
વિરાટ કોહલીએ તાત્કાલિક આ નિર્ણય સામે રિવ્યૂ લેતા સ્પષ્ટપણે જણાયું હતું કે બેટ સાથે સંપર્ક થયા પછી બોલ પેડને અડ્યો હતો. જોકે DRS દરમિયાન રિવ્યૂઅમ્પાયરે વિવિધ ફ્રેમ તપાસી ચેક કર્યું હતું કે બેટ ફર્સ્ટ છે કે પેડ, પરંતુ તેમના જણાવ્યા પ્રમાણે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય ખોટો પાડવા
તેમની પાસે પુરાવો ન હોવાથી વિરાટને આઉટ અપાયો હતો.બોલ અને બેટનો સંપર્ક થયો છે કે નહીં એ ચકાસ્યા બાદ રિવ્યૂ અમ્પાયરે તાત્કાલિક વિરાટને આઉટ આપી દેવા ફિલ્ડ અમ્પાયરને કહ્યું હતું.
તેવામાં નિયમો પ્રમાણે LBW અપિલ થઈ હોય તો બોલ ટ્રેકિંગ અને હિટિંગ વિકેટ ચેક કર્યા પછી જ રિવ્યૂ અમ્પાયર કોઈ બેટરને આઉટ આપી શકે છે. પરંતુ તેમણે બોલ ટ્રેકિંગ ચેક કર્યા વિના જ વિરાટને આઉટ આપી દીધો હતો.
જોકે ત્યારપછી ફિલ્ડ અમ્પાયરના યાદ અપાવ્યા બાદ રિવ્યૂ અમ્પાયરે બોલ ટ્રેકિંગ પર નજર ફેરવી, જેમા વિકેટ હિટિંગ અને આઉટ અપાતા વિરાટ કોહલીને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું.
વિરાટ કોહલીને આઉટ આપ્યા પછી કોમેન્ટેટર VVS લક્ષ્મણ અને આકાશ ચોપરા પણ ભડક્યા હતા. તેમણે DRS દરમિયાન અમ્પાયર નિર્ણય આપે એની પહેલા જ કહ્યું હતું કે બેટને અડ્યા પછી બોલ પેડ પર વાગ્યો છે.
આ સ્પષ્ટપણે નોટઆઉટ છે. વિરાટને આઉટ આપ્યા પછી આ બંને દિગ્ગજ કોમેન્ટટર્સ સાથે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો પણ ગુસ્સે થઈ ગયા હતા.DRSમાં આઉટ આપ્યા બાદ વિરાટ કોહલી અમ્પાયર સાથે ઝઘડી પડ્યો હતો.
Read About Weather here
તેણે અમ્પાયરને દર્શાવ્યું હતું કે પહેલા બેટ અડ્યું હોવાની ચર્ચા કરી હતી. વિરાટ કોહલીએ ગુસ્સામાં ડ્રેસિંગ રુમમાં આવીને હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે પણ ચર્ચા કરતો જોવા મળ્યો હતો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here