વિરાટની આવી જ એક ટ્રેનિંગનો ભાગ છે એંડ્યોરન્સ ટ્રેનિંગ, જેના કારણે તે ક્યારેય મેદાન ઉપર થાકતો નથી.એશિયા કપના સુપર-4માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મેચ રમાશે. ફિટનેસના મામલે વિરાટ કોહલીની ચર્ચા દરેક જગ્યાએ થતા રહેતી હોય છે. ચાહકો હોય કે પછી એક્સપર્ટ્સ, બધા જ તેની ફિટનેસને દાદ દેતા હોય છે. પરંતુ કોહલી જેટલી ફિટનેસ મેળવવી આસાન નથી. તે પોતાની ફિટનેસ લેવેલ જાળવવા માટે ઘણી મહેનત કરે છે. તેણે પોતાની માટે હાઈ પેરેમિટર સેટ કર્યા છે, અને તે અચીવ પણ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
આ પહેલા શનિવારે કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો છે, જેમાં તે એંડ્યોરન્સ ટ્રેનિંગ કરતો નજરે ચડે છે. વીડિયોમાં કોહલી હાઈ એલ્ટીટ્યૂડ માસ્ક લગાવીને દોડી રહ્યો છે તે દેખાય છે. એક્સપર્ટ્સ જણાવે છે કે હાઈ એલ્ટીટ્યૂડ માસ્ક લગાવીને દોડવાનું કારણ જ એ છે કે તેનાથી લંગ્સ મનજબૂત બને છે. અને તે ઓછી હવામાં પણ સારુ કામ કરે છે.વિરાટ કોહલી બીજા ખેલાડીઓ માટે ફિટનેસ આઈકોન છે. દિગ્ગજ ક્રિકેટર હોય, કે પછી એક્સપર્ટ્સ હોય કે પછી કોઈ ફેન હોય, દરેક લોકો તેના ફિટનેસના ચાહક છે.
તે પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ ફિટનેસનો વીડિયો શેર કરતો રહેતો હોય છે. ગયા વીડિયોમાં વિરાટ જીમમાં વેટ અને બેલેન્સ ટ્રેનિંગ કરતો દેખાતો હતો.વિરાટ કોહલીએ હોંગકોંગની સામે રમાયેલી મેચમાં 44 બોલમાં 59* રન બનાવ્યા હતા. વિરાટે પોતાની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 134ની સ્ટ્રાઈક રેટથી 59* રન બનાવ્યા હતા.
Read About Weather here
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ફોર્મ છેલ્લા થોડા મહિનાઓથી T20માં પણ સારું નહોતુ. તે લાંબા સમયથી ખરાબ પ્રદર્શનના કારણે તેને ક્રિટીસીઝમનો સામનો કરવો પડ્યો હતો. તે છેલ્લા 3 વર્ષથી ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. જોકે હોંગકોંગ સામેની મેચમાં 6 મહિના પછી T20 ઈન્ટરનેશનલમાં તેણે હાફ સેન્ચુરી ફટકારી હતી. કોહલીએ પોતાની બે ફિફઅટી માચે 11 ઇનિંગ જેટલો સમય લીધો હતો. તેણે છેલ્લે વેસ્ટઈન્ડિઝ સામે માર્ચ મહિનામાં કોલકાતા ખાતે ફિફ્ટી મારી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here