ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિની તરીકે થઇ છે. જેની ઉંમર 23 વર્ષ છે. આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
તે પહેલા ફૂડ ડિલીવરી એપ માટે સોફ્ટવેર બનાવવાનું કામ કરતો હતો. આરોપી એક સોફ્ટવેર એન્જિનિયર છે, તેને આઇઆઇટી હૈદરાબાદથી બીટેક કર્યુ છે.
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની દીકરીને ધમકી આપનાર વ્યક્તિની મુંબઇ પોલીસે હૈદરાબાદથી ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ મુંબઇ પોલીસના સાયબર સેલે કરી છે.
મહત્વપૂર્ણ છે કે ભારતે ટી-20 વર્લ્ડકપમાં સતત બે હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યુ હતુ. ફેન્સની ટીમ ઇન્ડિયાથી નારાજગી એટલી હતી કે કેટલાક લોકોએ તમામ સરહદ પાર કરી નાખી હતી.
સોશિયલ મીડિયા પર કેપ્ટન વિરાટ કોહલીના પરિવાર, તેની દીકરી વામિકાને લઇને ધમકી આપવામાં આવી હતી અને અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો.
કેપ્ટન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરીને ધમકી આપી હતી, જેની પર કેટલાક લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી.
આટલુ જ નહી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે પણ આ ધમકી પર આપત્તિ વ્યક્ત કરી હતી. ઇન્ઝમામે કહ્યુ હતુ કે આ રીતે કોઇની દીકરી અથવા પરિવારને નિશાના પર લેવુ ખોટુ છે.
આ મામલે દિલ્હી મહિલા આયોગે એક્શન લીધી હતી. દિલ્હી મહિલા આયોગે આ મામલે નોટિસ જાહેર કરી પોલીસને સવાલ કર્યો હતો અને હજુ સુધી લેવામાં આવેલા એક્શનની જાણકારી માંગી હતી.
Read About Weather here
મુંબઇ પોલીસના સાઇબર સેલે આરોપી રામનાગેશ શ્રીનિવાસન અકુબાથિનીને ઝડપી પાડ્યો છે, તેને મુંબઇ લાવીને પૂછપરછ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here