70મી સદીથી 71મી સદી વચ્ચે 72 મેચનો તફાવત હતો. આ દરમિયાન તેણે 26 અડધી સદી ફટકારી હતી. ગુરુવારે, જ્યારે વિરાટ કોહલીએ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં 1020 દિવસ પછી તેની કારકિર્દીની 71મી સદી ફટકારી ત્યારે તેના મગજમાં પણ આવા જ વિચારો આવતા હશે. જ્યારે વિરાટે ફરીદ મલિકના બોલ પર ડીપ મિડવિકેટ પર છગ્ગો મારી પોતાની સદી પૂરી કરી ત્યારે આખું ભારત એશિયા કપમાંથી બહાર થવાનું દુ:ખ ભૂલીને ઝૂમી ઊઠ્યું હતું.આ ખરાબ તબક્કામાં વિરાટ કોહલી 9 વખત ખાતું પણ ખોલી શક્યો નહોતો.
Visit Saurashtra Kranti Homepage here
આ સદી બાદ પણ વિરાટના ટીકાકારો ચૂપ ન રહ્યા અને કહેવા લાગ્યા કે અફઘાનિસ્તાન સામે સદી આવી છે. એશિયા કપમાંથી બહાર થયા પછી સદી આવી છે. તેનો કોઈ અર્થ નથી. આ એક મતલબ વગરની સદી છે. હવે તે જે પણ કહે, પરંતુ તે વિરાટની 71મી સદીને રેકોર્ડ બુકમાંથી ભૂંસી નહીં શકે.ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની મેચમાં રમ્યો નહોતો. આવી સ્થિતિમાં વિરાટને ઓપનર બનવાની તક મળી. શરૂઆતથી જ તે અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. પહેલા બોલથી સામેની ટીમ પર તે આક્રમક અંદાજમાં જોવા મળ્યો.
વિરાટ મેદાન પર ઊતર્યા બાદ થોડો જ સમય લેતો હોય છે, તેણે આવતાંની સાથે જ મોટા શોટ મારવાનું શરૂ કરી દીધું હતું.એવું લાગી રહ્યું હતું કે જાણે ક્રિસ ગેલની ભાવના તેની અંદર આવી ગઈ હોય. કિંગ કોહલીએ માત્ર 61 બોલમાં 122 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 12 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 200ની હતી.કોહલીએ અત્યારસુધી ટેસ્ટમાં 43, વનડેમાં 43 અને T20માં એક સદી ફટકારી છે. આ સદી સાથે કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
Read About Weather here
પોન્ટિંગે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 71 સદી ફટકારી હતી. તેણે ટેસ્ટમાં 41 અને વનડેમાં 30 સદી ફટકારી છે. પોન્ટિંગે આ માટે 668 ઇનિંગ્સ રમી હતી.કોહલીએ 71 સદી માટે 522 ઇનિંગ્સ રમી છે. હવે તેની આગળ માત્ર સચિન તેંડુલકર જ છે. કોહલી દ્વારા અફઘાનિસ્તાન સામે રમેલી આ ઈનિંગ T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ છે. તેણે આ મામલે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલાં રોહિતે T20 ઈન્ટરનેશનલમાં 118 રન બનાવ્યા હતા.ક્રિકેટના ભગવાને પોતાની કારકિર્દીમાં 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. તેંડુલકરના નામે ટેસ્ટમાં 51 અને વન-ડેમાં 49 સદી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here