વિરડા વાજડી પાસે વોકળામાંથી 576 બોટલ દારૂ રેઢો મળ્યો

વિરડા વાજડી પાસે વોકળામાંથી 576 બોટલ દારૂ રેઢો મળ્યો
વિરડા વાજડી પાસે વોકળામાંથી 576 બોટલ દારૂ રેઢો મળ્યો

ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસે રૂ.2 લાખનો દારૂ કબજે કરી ખાનગી રાહે બુટલેગરની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી

કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામનાં પુલ પાસે મીરા નર્સરીવાળા રોડ પર આવેલા વોકળામાંથી રૂ. 2 લાખની કિંમતનો ૫૭૬ બોટલ દારૂ પોલીસને રેઢો મળી આવતા પોલીસે દારૂ કબજે લઈ તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ વિરડા વાજડી ગામે મીરા નર્સરીવાળા રોડ પર આવેલા વોકળામાંથી મોટા ખાલી બોક્સ પડેલા હોવાની હકીકત મળતા પી.આઉઇ એ.એસ.ચાવડાની સુચનાથી કોન્સ્ટેબલ રાજેશભાઈ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, રાવતભાઈ સહિતનાં સ્ટાફે વિરડા વાજડી ગામે ઉપરોક્ત સ્થળે

Read About Weather here

તપાસ કરતા અલગ-અલગ બ્રાંડની 576 બોટલ દારૂ કિંમત રૂ. 201600 નો રેઢો મળી આવતા પોલીસે દારૂ કબજે કરી ખાનગી રીતે તપાસ હાથ ધરી બુટલેગરની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here